પાકિસ્તાને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતી લીધી ત્યાર બાદ શુક્રવારે અહીં બીજી અને આખરી ટેસ્ટ શરૂ થઈ હતી જેમાં પાકિસ્તાની ટીમ પહેલા દાવમાં ફક્ત ૧૭૪ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. શાદાબ ખાન (૫૬)ને બાદ કરતા બીજો કોઈ પણ બૅટ્સમૅન ૩૦ રનના આંકડા સુધી પણ નહોતો પહોંચી શક્યો. ઇંગ્લૅન્ડ વતી જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ અને ક્રિસ વૉક્સે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ સૅમ કરને લીધી હતી.
ઇંગ્લેન્ડે પણ દાવની શાનદાર શરૂઆત કરી હતી 154મોં ટેસ્ટ રમી રહેલા કુક અને જેનિંગે પ્રથમ વિકેટ માટે 53 રન ઉમેર્યા હતા પરંતુ જેનીંગ 29 રન પર આઉટ થઇ ગયો હતો અને બીજા દિવસની રમત પુરી થવાની હતી ત્યાં કુક પણ 46 રન બનાવીને આઉટ થઇ જતા ઇંગ્લેન્ડની ટીમે રમતના અંતે 2 વિકેટના ભોગે 106 રન ફટકાર્યા છે.સુકાની જો રુટ 29 રને દાવામાં ચાલુ છે