જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી. આ બેઠકમાં ભારત સાથે રાજકીય સંબંધ અને દ્વિપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલા અનુચ્છેદ 370 મુદ્દે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું. અહીં પાકિસ્તાની સાંસદ ભારતના વિરોધમાં કાળી પટ્ટી પહેરીને પહોંચ્યા હતા.