આ વર્લ્ડ કપમાં બાબર આઝમની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 મેચ જીતી છે. છેલ્લી 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમ મંગળવારે બાંગ્લાદેશ સાથે મેચ છે. જો તે આ મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
હિતોના સંઘર્ષને કારણે પદ છોડયુ હોવાનું આવ્યું સામે
વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનની અસર દેખાવા લાગી છે. ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વર્લ્ડ કપમાં બાબર આઝમની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 મેચ જીતી છે. છેલ્લી 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમ મંગળવારે બાંગ્લાદેશ સાથે મેચ છે. જો તે આ મેચ હારી જશે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ઈન્ઝમામે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન માટે રાજીનામું નથી આપ્યુ. હિતોના સંઘર્ષને કારણે તેમણે આ પદ છોડયુ છે. સોશિયલ મીડિયા પર જ આ હિતોના સંઘર્ષનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ઈન્ઝમામ ભડક્યા પણ હતા. તેમણે જણાવ્યુ હતુ કે મેં નક્કી કર્યું કે હું રાજીનામું આપું તો સારું રહેશે. ઈન્ઝમામે કહ્યું કે જો પીસીબી મારી તપાસ કરવા ઈચ્છે તો હું ઉપલબ્ધ છું. લોકો મારા વિશે કોઈ પુરાવા વગર વાત કરે છે, જો કોઈ સાબિતી હોય તો લાવો. મેં પીસીબીને પણ આવું કરવા કહ્યું છે.તેણે કહ્યું કે ખેલાડી એજન્ટ કંપની સાથે મારો કોઈ સંબંધ નથી, હું આવા આરોપોથી દુખી છું. તેણે વધુમાં કહ્યું કે, એકવાર સ્થિતિ સામાન્ય થઈ જશે તો હું પિસિબી અધિકારીઓ સાથે બેસીશ. મને ફોન પર કહેવામાં આવ્યું હતું કે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, તેથી મેં બોર્ડને કહ્યું કે તપાસ ચાલી રહી છે ત્યારે હું રાજીનામું આપું તો સારું રહેશે. જ્યારે બધું સામાન્ય થઈ જશે ત્યારે હું પિસીબી સાથે બેસીશ.