સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ પાકિસ્તાનને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. પાકિસ્તાનની કોઇ વાતને લઇને ટ્રોલ કરનાર વ્યક્તિઓ હંમેશા તેના પર ટ્રોલ કરવા માટે તૈયાર જ રહેતા હોય છે. પાકિસ્તાન પર તેમની મૂર્ખામી કરવા બદલ ઘણા મીમ્સ બનતા હોય છે. ઇન્ટરનેટ પર પાકિસ્તાનની મૂર્ખામીઓ વિશે ઘણાં જોક્સ છે. પરંતુ તાજેતરમાં જ પાકિસ્તાનના રસ્તાઓ પર કંઈક એવું બન્યું કે ભારતીયોએ ફરી એકવાર પાકિસ્તાનની જોરદાર મશ્કરી કરી હતી. હકીકતમાં, પાકિસ્તાનના પેશાવરમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ મુસાફરોને નીચે ઉતરીને જાતે જ ધક્કો મારવાની ફરજ પડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ જોઈને ભારતીયો ફરી એકવાર પાકિસ્તાન પર ટ્રોલ કરવા લાગ્યા. પાકિસ્તાન અવારનવાર મુર્ખામીઓ કરતું રહે છે અને ટ્રોલર્સ હંમેશા તેમના પર ટ્રોલ કરવા માટે તૈયાર જ રહે છે.