ગઈ કાલે આવેલી ખબર મુજબ, BSF અને જમ્મુ કાશ્મીર પોલીસે LOC બોર્ડર પાસે 10 કિલો ડ્રગ્સ પકડીયો હતો. પાકિસ્તાનના આવા ષડયંત્ર નાકામ થયા પછી પણ સુધરવાનું નામ નથી લેતું. આજે ફરી પાછું ગુજરાતની દરિયાઈ સીમામાં આતંકવાદી ટુકડીને ડ્રગ્સ સાથે પકડી.

 


ગુજરાતની ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને એક મોટી સફળતા મળી છે. ATS ગુજરાત અને ભારતીય કોસ્ટગાર્ડેએ સંયુક્ત ઓપરેશન દ્વારા પાકિસ્તાની બોટ પર 30 કિલો હેરોઇન સહિત આઠ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. આ અટકાયત કરાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં અંકાઈ રહી છે. પાકિસ્તાની નાગરિકોને ડ્રગ્સ સાથે ભારતીય સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ બોર્ડર લાઇન નજીક પકડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.