આંતકવાદીઓ સાથેની મુઠભેડમાં એક પોલીસ જવાન સહિત જૈસેનો આંતકી ઠાર
છેલ્લા ઘણા સમયથી ભારતમાં આંતકીઓની ઘૂસ પેટ વધી રહી છે, જ્યારે લઈ ભારતીય સૈન્ય પણ હાલ સંપૂર્ણ રીતે જ થયું છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારતીય સેનાના જનરલ દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આશરે ૪૦૦ જેટલા આંતકીઓને સરહદમાં ઘૂસાડવાનું પાકિસ્તાનનું હીન કૃત્ય સામે આવ્યું છે અને તેઓને આ કાર્યમાં નિષ્ફળતા પણ આપવામાં આવી છે.
બીજી તરફ આર્મીના વડાએ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં પાકિસ્તાનને તાકીદ કરી હતી કે સર્વ પ્રથમ તેને તેના જવાનોને જે નિર્ધારિત કરેલી જગ્યા છે કયા રાખવા પડશે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાને ભારત સાથે શસ્ત્ર વિરામના કરારો કર્યા હતા. જોકે તે બાદ પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર કરાવવાનું ચાલુ જ રાખ્યું છે. એવા અહેવાલો છે કે હાલ સરહદ પાર પાકિસ્તાને ૪૦૦ જેટલા આતંકીઓને ઘુસણખોરી માટે તૈયાર રાખ્યા છે. આ જાણકારી સૈન્ય વડા જનરલ એમ એમ નરવણેએ આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પ્રોક્સી વોર કરી રહ્યું છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે આ અંગે ફેબ્રુઆરીમાં શસ્ત્ર વિરામની સમજૂતી થઇ હતી. જોકે આ સમજૂતી વર્ષો પહેલા જ કરાઇ હતી પણ પાકિસ્તાન તેનુ વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું હતું. જોકે પાકિસ્તાન તરફથી પ્રોક્સી વોર હજુ પણ ચાલુ છે. સૈન્ય વડાએ કહ્યું કે એવા ઇનપૂટ મળ્યા છે કે ૩૫૦થી ૪૦૦ આતંકીઓ હાલ સરહદ પાર છે, લોંચપેડ પર પાકિસ્તાને આ આતંકીઓને તૈયાર રાખ્યા છે. તેથી સ્પષ્ટ છે કે સરહદે ખતરો ઓછો નથી થયો અને આપણે વધુ એલર્ટ રહેવાની જરુર છે.
તેવી જ રીતે ભારતીય જવાનોની મૃતભેડ કુલ ગામ ખાતે પણ થઈ હતી. જેમાં પોલીસ જવાન શહીદ થયા હતા સામે જઈશ એના આંતકી ને પણ ઠાર મરાયો હતો. વિવિધ સ્થળોની તલાસી લેતા સમયે સિક્યુરિટી ફોર્સ ઉપર આંતકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો આ ગોળીબારમાં ત્રણ જવાનોની સાથે બે સ્થાનિક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેઓની હાલ સારસંભાળ પણ લેવામાં આવી રહી છે. ગત છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની કાર્યવાહી ચાલુ જોવા મળી રહી છે સામે આંતકીઓને જેર કરવા માટે ભારતીય જવાનો પણ સંપૂર્ણ રીતે સજ્જ થયેલા છે.