પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ નાપાક હરકત કરતા ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક લીડર નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ આપતીજનક ટીપ્પણી કરતા પીએમને ગુજરાતના કસાઇ કહ્યા હતા. જેનાથી દેશભરમાં ભારે જનાક્રોશ ફાટી નિકળ્યો હતો ત્યારે ફરી એક વખત આજે પાકિસ્તાનના વિદેશમંત્રીએ પીએમ મોદી અને ગુજરાતના મુસ્લિમો વિરુદ્ધ ટીપ્પણી કરી છે.
સરકારના આકરા વાંધાઓ અને પાકિસ્તાની દૂતાવાસની બહાર દેખાવો છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના વિવાદાસ્પદ નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ તેમના પર ઇનામ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં એક ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ-ભુટ્ટો ઝરદારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની તેમની તાજેતરની ટિપ્પણીનો બચાવ કર્યો છે. બિલાવલે કહ્યું છે કે તેઓ “ઐતિહાસિક હકીકત” નો ઉલ્લેખ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિલાવલે પીએમ મોદીને ‘ગુજરાતનો કસાઈ’ કહ્યા હતા. કહ્યું કે 2002માં ગુજરાતમાં 2000થી વધુ મુસ્લિમોના નરસંહાર માટે સજા થવાને બદલે મોદીને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
જોકે, એક વિદેશી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદારીએ મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે. બિલાવલે બ્લૂમબર્ગ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “મેં ભારતીય વડાપ્રધાન મોદી વિશે જે કહ્યું તે ઐતિહાસિક વાસ્તવિકતાની વાત હતી, હું એ જ વાત કરી રહ્યો હતો. મેં કરેલી ટિપ્પણીઓ મારી ન હતી. એ શબ્દો મારા નહોતા, મેં મોદી માટે ‘ગુજરાતનો કસાઈ’ શબ્દ નથી શોધ્યો. ગુજરાતના રમખાણો પછી ભારતમાં માત્ર મુસ્લિમોએ જ મોદી માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
અગાઉ પીએમ મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર વિદેશ મંત્રી ડોકટર એસ. જયશંકરે આકરી પ્રતિક્રિયા આપતા એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં બિલાવલના નિવેદનને અસંસ્કારી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું હતું સોશિયલ મીડિયા મારફત એક રીપોર્ટ રજુ કર્યો હતો