વિશ્ર્વના દેશોએ વિકાસ લોકશાહીના માધ્યમથી જ કર્યો છે, સરમુખ્તયારશાહી હંમેશા નિષ્ફળ રહી છે: નવાઝ શરીફ
પાકિસ્તાનમાં લોકશાહીનું સતત હનન થઈ રહ્યું છે તેવું પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ગઈકાલે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના કાર્યકરોને સંબોધન સમયે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનમાં વડાપ્રધાનને હટાવાઈ છે, ફાંસીએ ચડાવાય છે અને ધરપકડ કરી તડીપાર પણ કરવામાં આવી રહ્યાં છે.
તેમણે લોકશાહીના ગુણગાન ગાતા કહ્યું હતું કે, વિશ્ર્વના દરેક દેશનો વિકાસ લોકશાહીના માધ્યમથી થયો છે. સરમુખત્યારશાહી દરેક જગ્યાએ નિષ્ફળ રહી છે. પાકિસ્તાનની સરકાર અને સૈન્ય વચ્ચે સંબંધો લાંબા સમયથી ખરાબ રહ્યાં છે. ૭૦ વર્ષના ઈતિહાસમાં અડધુ અડધ શાસન પાકિસ્તાન સૈન્ય દ્વારા થયું છે. નવાઝ શરીફે સુપ્રિમ કોર્ટે તેમને હટાવવા આપેલા નિવેદન મામલે પણ રોષ વ્યકત કર્યો હતો.