સંરક્ષણ અર્થે કોઈ ગંભીર પગલા નહિ લેવાય તો ગુજરાતનાં ગૌરવસમા ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ ભુતકાળ બની જશે: આઈયુસીએન
હાલ, પ્રદુષણની સમસ્યા અને શિકારના શોખથી દરેક ક્ષેત્રે માઠી અસર થઈ રહી છે. અગાઉ જોવા મળતા પશુ પક્ષીઓ પણ લુપ્ત થઈ રહ્યા છે. તેમાં પણ ગુજરાતનાં કચ્છમાં જોવા મળતા ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ પણ લુપ્તતાના આરે છે. ગુજરાતનાં ગૌરવ એવા ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડનું પાકિસ્તાન નિકંદન કાઢી રહ્યું છે. પાકમાં તેનો બેફામ શિકાર થઈ રહ્યો છે. જેને ઈન્ટરનેશનલ યુનીયન ફોર ક્ઝર્વેશન ઓફ નેચરે (આઈયુસીએન) ખતરાની ઘંટડી દાખવી છે.
જણાવી દઈએ કે, પ્રકૃતિ અને વન્યજીવોના સરક્ષણ અર્થે આઈયુસીએન કામ કરે છે. તે દર વર્ષે એક રેડ લીસ્ટ બહાર પાડે છે. તેમાં જોખમમાં હોય તેવા જીવો અને પાડે છે. તેમાં જોખમમાં હોય તેવા જીવો અને અન્ય બાબતો તરફ ધ્યાન દોરાય છે. વર્ષ ૨૦૧૭ના રેડલીસ્ટના રીપોર્ટ પ્રમાણે, આગામી ૧૫ થી ૨૦ વર્ષમાં ગુજરાતમાં શિકારનું પ્રમાણ ભયજનક સ્તરે વધે તેવી શકયતા છે.
આઈયુસીએનની રેડ યાદીએ નોંધ્યું છે કે, ગુજરાતનાં કચ્છ, અને રાજસ્થાન સહિત પાકિસ્તાનમાં બસ્ટર્ડનો વધારે શિકાર થઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાનમાં ૬૩માંથીક ૪૯ પક્ષીઓનો શિકાર થઈ ગયો હોવાનું અહેવાલમાં ખૂલ્યું છે. આઈયુસીએને જણાવ્યું કે, આંતરમાળખીય સુવિધાઓ જેવી કે વાહન વ્યવહાર , રોડ રસ્તા, વીજ સેવા, સિંચાઈની વ્યવસ્થા, ખેતી માટે જમીનનું ખેડાણ વગેરે જેવી સુવિધાઓ વિકસવાથી પશૂ પક્ષીઓનો ભોગ લેવાયો છે.
કચ્છ ઈકોલોજીકલ રીસર્ચ સેન્ટરના ડે.ડાયરેકટર અને સ્ટેટ બસ્ટર્ડ ક્ઝર્વેશન કમીટીના સભ્ય દેવેશ ગઢવીએ જણાવ્યું કે ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે ગુજરાત સરકારે પગલા લીધા છે. અનેતે તરફ જ કામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વીજ શોક લાગતા તાજેતરમાં જ બે ગ્રેટ ઈન્ડીયન બસ્ટર્ડ મોતને ભેટયા હતા.