પાક. અર્થતંત્રને પડશે ફટકો
પાકિસ્તાની ‚પિયો છેલ્લા ૯ વર્ષના તળિયે પહોંચ્યો છે. દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં મંદીની અસરના કારણે પાકિસ્તાનના ‚પિયાનું અવમૂલ્યન થયું છે. તેમાં પણ આગામી વર્ષે પાકિસ્તાનમાં ચુંટણી યોજાવાની છે. આ ચુંટણી અગાઉ જ અર્થતંત્રને ફટકો પડતા તનાવભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. બ્લુમ્બર્ગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે ડોલરની સામે પાકિસ્તાની ‚પિયો સાવ તળિયે પહોંચ્યો છે. જેના પરીણામે પાકિસ્તાને અર્થતંત્ર ઉપર માઠી અસર પડવાની પુરેપુરી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ બાબતે પાકિસ્તાની સ્ટેટ બેંકના પ્રવકતા અબિદ કમરે કોઈ પણ જાતની ટીપ્પણી કરવાથી દુરી બનાવી રાખી હતી.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ગત વર્ષે પાકિસ્તાની ‚પિયાને ટાંકીને તેની કિંમતમાં અસામાન્ય ફેરફારો થતા હોવાનું કહ્યું હતું. તેમાં પણ ૨૦ ટકા જેટલી વધુ કિંમત આંકી દેવામાં આવતા નિકાસની માઠી અસર પહોંચી હતી. ૨૦૦૮થી પાકિસ્તાની ‚પિયાની કિંમત સતત તુટી રહી છે. જેના પરીણામે આસપાસના દેશોના અર્થતંત્રને ધ્યાને રાખીને પાકિસ્તાની અર્થશાસ્ત્રીઓ દ્વારા ‚પિયાનું અવમુલ્યન કરવામાં આવી રહ્યું છે.