હજુ પણ પાકિસ્તાન સુધરતુ નથી

પુલવામા મા આત્મઘાતી હુમલા માટે કસુરવાર પાકિસ્તાન સામે ભારતના પગલાને અમેરિકા બાદ ફ્રાંસનો પણ ટેકો

તાજેતરમાં કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનો શહિદ જયારે સેંકડો જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી ભારે જનાક્રોશ ઉભો થવા પામ્યો છે. આ હુમલામાં વપરાયેલું આરડીએકસ પાકિસ્તાની સૈનાએ પુરુ પાડયાનું તથા આ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ જૈસ એ મોહમ્મદનો વડો મસુદ અઝહર પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યાની માહિતી ભારતે વિશ્ર્વભરના દેશોને આપી હતી. જેથી પાકિસ્તાન બચાવની સ્થિતિમાં આવી જવા પામ્યું હતું.

દુનિયાભરનું દબાણ વધતા હુમલો કરે તેવી સંભાવનાથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગઈકાલે આ મુદ્દે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપીને પાકનો બચાવ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. દુનિયા સામે ખુલ્લુ પડયું હોવા છતાં પાકિસ્તાની સેના સુધરવાનું નામ લેતી નથી. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલી આતંરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેનાએ વગર કારણે ઉંબાડીયા કરીને સીઝ ફાયરનો ભંગ હતો. પાકિસ્તાની સેનાએ ગોળીબાર અને ધડાકા કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે ભારતીય સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં ગઈકાલ સાંજે ૭ વાગ્યાની આસપાસ પાકિસ્તાની સૈન્યએ એલઓસી પર સીઝ ફાયરનો ભંગ કરીને આ દુસાહસ કર્યું હતું. જોકે ભારતીય જવાનોએ પાકના નાપાક હરકતોનો વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારત અને પાકિસ્તાન સૈન્ય વચ્ચે ૨૦૦૩માં થયેલી સમજુતી મજુબ એલઓસી પર વગર કારણે ગોળીબાર કે ધડાકા કરવા પર પ્રતિબંધ મુકીને સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી છે પરંતુ છેલ્લા ૧૫ વર્ષમાં પાક સેનાએ વગર કારણે ૨૯૩૬ વખત આ સીઝ ફાયરનો ભંગ કરીને ઉંબાડીયા કર્યા હતા. ગત વર્ષે ૨૦૧૮માં પાક દ્વારા સૌથી વધારે વખત સીઝ ફાયરનો ભંગ કરવાની ઘટનાઓ બની હતી.

પાકિસ્તાનનો પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેમ આતંકવાદ મુદ્દે આખી દુનિયા હવે પાકિસ્તાન પર ફિટકાર વરસાવવા લાગી છે. પુલવામા આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ઉઘાડી પડી ગઈ છે. નિર્દોષ લોકોનો લોહી વહેવડાવનાર પાકિસ્તાન હવે ભરાઈ ગયું હોય તેમ ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફોરવર્ડ નેશનનો દરજજો પરત લઈ વરસે ૩ હજાર કરોડનો લાભ બંધ કરી દેવાયો છે.

પાકિસ્તાન સામે ભારતે શરૂ કરેલા રાજદ્વારી પગલાઓમાં પુલવામાકાંડ બાદ ભારતના વિદેશ સચિવે ૪૦થી વધુ મિત્રો દેશોમાં પાકિસ્તાનના કરતુતોની જાણ કરી હતી. અજીત ડાભોલ પુલવામા હુમલા મુદ્દે ડોજીપરમાં પાકિસ્તાન ઘેરી રહ્યા છે. આજે સાઉદીના પાટવી સાથે પણ પાકિસ્તાનના આતંકવાદ મુદાની ચર્ચા થશે.

ભારતમાં આત્મઘાતી હુમલાની જેમ ઈરાનની સરહદે પણ સૈન્ય પર થયેલા હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ઉઘાડી પડતા ઈરાને બે દિવસ પહેલા પાકિસ્તાનના હાઈકમિશનરને બોલાવીને ખખડાવી નાખ્યા હતા અને તાકીદ કરી હતી છે. ઈરાન, પાક સરહદે થયેલા હુમલામાં જો પાકિસ્તાન એકશન નહીં લેતો ભારતની જેમ ઈરાન પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી દેશે.

પાકિસ્તાન તેના આતંકવાદીઓના કારણે હવે આંતરરાષ્ટ્રીય મેચ ઉપર આરોપીના કઠેરામાં મુકાઈ ગયું હતું. અમેરિકાએ પાકિસ્તાનને અલ્ટીમેટમ આપીને મંગળવારે જ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાની ઘટનામાં ભારતને તપાસ માટે સહયોગ આપવા અને આતંકવાદી હુમલામાં કોની સંડોવણી છે તેની મુળ સુધીની તપાસમાં ભારતને સહયોગ આપવા ફરજ પાડી દીધી છે. અમેરિકાએ પાકિસ્તાનને તાકિદ કરી છે કે હવે પાકિસ્તાનને તાત્કાલિક આતંકીઓને સમર્થન આપવાનું બંધ કરી જ દેવું જોઈએ અને આતંકવાદીઓ માટે સ્વર્ગ બની ગયેલી પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ આતંકીઓ ન કરે તે માટે પગલા લેવા જોઈએ.

અમેરિકાના ભારતીય એલચી કેનેથ જસ્ટરી માધ્યમોને જણાવ્યું હતું કે અને ભારત સરકાર સાથે આતંકવાદી હુમલાની જડ સુધી પહોંચવા માટે કામ કરી રહ્યા છે. ભારતને મદદ‚પ થવા માટે અમેરિકા કોઈ કસર નહીં રાખે અને આવી પ્રવૃતિ કરનારાઓને કયારેય બક્ષતા નથી.

આતંકવાદીઓ માટે અભિયારણ બની ગયેલા પાકિસ્તાનને અને તાકીદ કરી દીધી છે કે હવે અને તમામ પ્રકારની લશ્કરી સહયોગ અટકાવી દીધો છે. પુલવામાની ઘટનામાં ૪૪ જવાનોની હત્યાનો આ સિલસિલો જમ્મુ-કાશ્મીરના આતંકવાદ જુની સમસ્યા છે. પાકિસ્તાનના જૈસ એ મોહમ્મદનો મુખિયા મસુદ અઝહર દ્વારા કરવામાં આવેલો આ હુમલો મોટો અપરાધ છે. અમેરિકન એમ્બેસેડર પાંચ દિવસની એરો ઈન્ડિયા સમિટમાં ભાગ લેવા આવ્યા હતા. જસ્ટરે પાકિસ્તાને આતંકવાદની સહાય બંધ કરવા તાકીદ કરી હતી.

ભારત સાથે અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો અને સરહદી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ માટે બન્ને દેશો કટીબઘ્ધ હોવાનું જણાવી પાકિસ્તાન પર ભારતના સમર્થનમાં ખુલ્લા પ્રહારો કર્યા હતા. અમેરિકાની જેમ ફ્રાંસ પણ પાકિસ્તાનના વિરોધમાં ભારતના સહયોગ માટે મેદાનમાં ઉતરી પડયું છે. ફ્રાંસે બીજીવાર યુનોમાં જૈસ એ મોહમ્મદના મસુદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની માંગણી મુકી છે. જૈશ એ મોહમ્મદના મસુદ અઝરને પુલવામાના ૪૪ સીઆરપીએફ જવાનોની શહિદી માટે જવાબદાર ગણવામાં આવ્યો છે.

ફ્રાંસે અગાઉ ૨૦૧૭માં મસુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી જેને અમેરિકાએ પણ સમર્થન આપ્યું હતું પણ નીચે તેનો વિરોધ કર્યો હતો. ફ્રાંસે અજીત ડાભોલ સાથે આ બાબતે ગઈકાલે ચર્ચા કરી હતી. ૨૦૧૬થી યુનોના ૧૫ સભ્યમાંથી માત્ર ચીન એજ મસુદ અઝહર વિરોધની આ કાર્યવાહી સ્થગિત કરી હતી. મસુદ સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવી તેના ઉપર વિમાન પ્રવાસ સહિત પ્રતિબંધાત્મક પગલા લેવાની દરખાસ્ત કરી છે.

દરમિયાન પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને લાજવાને બદલે હજીવા જેવી વાત કરીને હાસ્યાત્મક નિવેદન કર્યું હતું કે, ભારતમાં આગામી ચુંટણીને અનુસંધાને આ હુમલા કરાવ્યા છે. ઈમરાન ખાનની આ વાતમાં ભારતે ખંડન કર્યું છે. અત્યારે અમેરિકા, ફ્રાંસ, ઈરાન સહિતના તમામ દેશો પાકિસ્તાનની હરકત સામે ભારતની પડખે આવી ગયા છે. પાકિસ્તાન આગામી દિવસોમાં દુનિયામાં નાતબાર જેવી સ્થિતિમાં મુકાઈ જશે.

આતંકવાદ ડામવાના અનુભવી ઇઝરાયલની ભારતને મદદથી ઓફર

પુલવામાં હત્યાકાંડ માટે દોષિત પાકિસ્તાન સામે ભારત દૃુનિયાભરના દેશો દ્વારા કુટનીતીક દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આતંકવાદના ડામવાના અનુભવી દેશ ઇઝરાયેલે ભારતને ખુલ્લુ સહકાર આપવાની જાહેરાત કરી છે. ઇઝરાગયેલના નવનિયુકત રાજદુત ડો રોન મલકાએ જણાવ્યું હતું કે આતંકવાદ સામે અમારા મદદની કોઇ સીમા નથી. અને ઇઝરાયેલ ભારતને આતંકી પ્રવૃતિઓથી બચાવવા કોઇપણ શરત વગર તમામ પ્રકારની મદદ કરવા ગમે ત્યારે તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.