ચીની રાષ્ટ્રપતિ જીનપીંગ સાથેની વાતચીતમાં મોદીની સ્પષ્ટ વાત: પાક. આતંકવાદનો ખાતમો બોલાવીને વિશ્વસનીયતા કેળવે
ચીની પ્રમુખ જીનપીંગ સાથે એસસીઓ બેઠકમાં થયેલી મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે આક્રમક તેવર દર્શાવીને સ્પષ્ટ પણે જણાવી દીધું હતુ કે પાકિસ્તાન જો પહેલા આતંકવાદ સામે પરિણામદાયી પગલા લેવા પડશે પછી જ તેની સાથે વાતચીત શકય બનશે. ભારત ચીન વચ્ચે યુઆન વાર્તાલાપને લઈને ખૂબજ મૈત્રિપૂર્ણ સંબંધોનો દોર સ્થપાયો હોવાના માહોલ વચ્ચે નરેન્દ્ર મોદીએ ભારત પાકિસ્તાનના મુદા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જીંનપીંગને જણાવ્યું હતુ કે પાકિસ્તાન એ તેના આતંકવાદી સહાયક તરીકેના વલણથી રાજદ્વારી સંબંધો અને શાંતિની મંત્રણાના તમામ દરવાજાઓ તેના હાથે જ બંધ કરી દીધા છે. હવે તેને જ પડોશીઓ સાથે સંબંધ સુધારવા માટે વિશ્ર્વાસપૂર્વકનું વાતાવરણ ઉભુ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે.
ભારત ચીન વચ્ચે પ્રથમવાર બિસ્કેટ સમિટમાં વાતચીતનો અવસર આવ્યો હતો. જીનપીંગે ભારત પાક વચ્ચે મંત્રણાનો માહોલ રચવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી ભારત પાક વચ્ચે સંબંધો સુધારવાની દિશામાં આગળ વધવાનો દાણો દબાવી જોયો હતો તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવી દીધું હતુ કે પાકિસ્તાન જયાં સુધી આતંકવાદ અને આતંકીઓ સામે કોઈ અસરકારક પગલા નહી લે ત્યાં સુધી તેની સાથે વાતચીત શકય નથી નરેન્દ્ર મોદીના આ નિવેદનથી ભારતે તેની સ્થિતિ સ્પષ્ટ બનાવી દીધી છે. ત્યારે મોદી અને પાક. વડાપ્રધાન ઈમરાનખાન વચ્ચે બેઠકની કોઈ શકયતા ન હોવાનો અધિકારીઓએ અગાઉ જ નિર્દેશ આપી દીધો હતો.
મોદીએ જીનપીંગને જણાવ્યું હતુકે આપણે શાંતિ અને સમજૂતી પૂર્વક તમામ સમસ્યાઓ અંગે ચર્ચા કરી શકીએ છીએ તેમને ઉમેર્યું હતુ કે બધી સમસ્યાનો ઉકેલ ચર્ચાથી આવે પરંતુ તે એવું ઈચ્છતા નથી.
પાકિસ્તાનના મસુદ અઝહર સામે આતંરરાષ્ટ્રીય પ્રતિબંધના મુદે થયેલી ચર્ચામાં ભારત અને પાક વચ્ચે હાલ કોઈ વાતચીતની સ્થિતિ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. મોદીના આમંત્રણને જીંનપીંગે સ્વીકારીને બંને દેશો વચ્ચેના મૈત્રી પૂર્ણ સંબંધોને વધુ હુફાળા બનાવ્યા છે.
જીનપીંગ આગામી ઓકટોબર મહિનામાં તે વારાણસીની મુલાકાત લે તેવું દેખાય રહ્યું છે. 20 મીનીટ સુધી મોદી જીનપીંગની મુલાકાતમાં બંને દેશોએ મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારવા તૈયારી દર્શાવી હતી વડાપ્રધાન મોદીએ તેના ટવીટ સંદેશામાં આ મંત્રણા ખૂબજ ફળદાયી રહેશે તેવી આશા વ્યકત કરી છે.