અબતક-રાજકોટ
સો જૂતે ખાઉંગી ફીર ભી જલવે દેખને જાઉંગી……. આર્થિક રીતે સાવ કંગાણ અને આવકથી સવા સો ગણા કરજના દેવામાં ડૂબી ગયેલાં પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સમાજમાં આતંકવાદને ઉત્તેજન આપનારા દેશ તરીકે સૌ જોઇ રહ્યાં છે અને એફએટીએફ દ્વારા ત્રાસવાદીઓને નાણાં આપવાના મુદ્ે પાકિસ્તાનને ક્લીન ચીટ આપવાને બદલે ગ્રે લીસ્ટમાં રાખી ગમે ત્યારે બ્લેક લીસ્ટ કરવાની નોબત આવી ગઇ છે તો પણ પાકિસ્તાનના હરામી વેડાં બંધ થતાં નથી. ભારત સામે પ્રોક્સીવોરમાં અધમૂવા થયેલાં પાકિસ્તાનને હજુ શરમ નથી. 2008માં મુંબઇ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોર હાફીઝ સઇદના ઘર પાસે થયેલાં બોમ્બ ધડાકામાં ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’નો હાથ હોવાનું ઇમરાન ખાને જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
માહિતી પ્રસારણ મંત્રી ફયાઝ ચૌધરીએ જણાવ્યું હતું કે કેટલાકં હુમલાઓમાં ભારતની સંડોવણીના પુરાવાઓ મળી આવ્યા છે. વડાપ્રધાન ઇમરાને પણ જણાવ્યું હતું કે હાફીઝના ઘર બહાર થયેલા હુમલામાં ‘રો’નો હાથ હોય તેવા પુરાવાઓ મળ્યાં છે.
પાકિસ્તાનની હાલત અત્યારે કંગાણ અને આંતરીક ગ્રહ યુધ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે તેનું ભારત વિરોધી માનસિકતા અને વૈશ્ર્વિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનું હરામીપણું છૂટતું નથી. અફઘાનીસ્તાનમાં તાલીબાનોએ માથું ઉચક્યું છે ત્યારે પાકના આતંકીઓ પણ ઉધામા લેવાનું શરૂ કરશે તેવુ નિશ્ર્ચિતપણે દેખાઇ રહ્યું છે.
તાલીબાન અને પાક આતંકવાદની ફરી ધરી રચાઇ : વિશ્ર્વ પર પુન: આતંકવાદના ઓછાયા
અફઘાનીસ્તાનને તાલીબાનો અને અલકાયદાના પંજામાંથી છુટાવાની વાતો કરનાર જગત જમાદારે પોતાનો સ્વાર્થ પૂરો થતાં પીછેહટ કરી લીધી છે. નાટોના દેશના સૈન્યની આગેવાની કરતાં અમેરિકા અને બ્રિટને અફઘાનીસ્તાનમાંથી ભાગે ઇ ભાયડાની જેમ તાલીબાનોના ઉપદ્રવ વચ્ચે ઉચાણાં ભરીને સરકારને બણતું ઘર આપી દીધું હોય તેમ તાલીબાનોને છૂટ્ટો દોર મળી જાય તેવી પરિસ્થિતિ ઉભી કરી છે.
અમેરિકા-બ્રિટનના સૈન્યએ ઉચાણાં ભરી લેતાં તાલીબાનોએ ફરીથી માથું ઉચક્યું છે અને મોટાભાગના જિલ્લાઓ ઉપર કબ્જો કરી લેતાં અફઘાનના સરકારી સૈનિકોને જીવ બચાવવા સરહદ પાર કરીને તજાકીસ્થાનમાં ભાગી જવાની ફરજ પડી છે. 300 જેટલાં સૈનિકોએ તાલીબાનોથી બચવા તજાકીસ્થાનનું શરણ લીંધુ છે. માનવતા અને પાડોશી ધર્મના નાતે અફઘાનના સૈનિકો માટે તજાકીસ્થાને સરહદો ખોલી નાખી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનએ મધ્ય એપ્રિલમાં અમેરિકાની વાપસીની જાહેરાત કરતાં સૈનિકોએ બચાવની નીતી અપનાવી હતી. અત્યારે 421 જિલ્લા પર તાલીબાનોનો કબ્જો થઇ ગયો છે. તાલીબાનોએ માથું ઉંચકતા જ પાકિસ્તાની આતંકવાદીઓને તાલીબાનોની ધરી ફરીથી રચાઇ ગઇ છે અને તેના ઓછાયા સમગ્ર વિશ્ર્વની શાંતિ પર પડે તેવી નિશ્ર્ચિત બની ગઇ છે.