જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાંઓ નષ્ટ થયા. 26 ફેબ્રુઆરીના રોજ થયેલી આ એરસ્ટ્રાઇકના પુરાવાઓને લઇને અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલકોટમાં ચાલતા આતંકીઓના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયાનો દાવો ભારતીય વાયુ સેનાએ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાને ભારતના આ દાવાનો ખોટો ગણાવી કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે સામે આવેલો આ વીડિયોએ પાકિસ્તાનનું જુઠ્ઠાણું છતુ કરી નાખ્યું છે.

સામે આવેલા વીડિયોમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ મોતને ભેટેલા આતંકીના ઘરે જઈ તેમના પરિવારજનોને દિલાસો આપતા નજરે પડે છે. પાકિસ્તાની સેનાના એક અધિકારી આંતંકીના બાળકને ખોળામાં લઈ તેને વ્હાલ કરતા નજરે પડે છે.

ઉલ્લેખનિય છે કે પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલકોટમાં ચાલતા આતંકીઓના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયાનો દાવો ભારતીય વાયુ સેનાએ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.