પાક મરિન એજન્સીની નાપાક હરકતોથી સૌરાષ્ટ્રના માછીમારો ચિંતિત
આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીકી પોરબંદર, ઓખા, માંગરોળની અંદાજે ૧૦ બોટો અને ૫૦ જેટલા માછીમારોને શનિવારે ઉઠાવી ગયાના અહેવાલો નજીકમાં ફીશીંગ કરી રહેલી અન્ય બોટો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ પાક. મરીન દ્વારા પાકિસ્તાન ખાતે પહોંચીને રવિવારે તેઓ દ્વારા ૧૯-૧૯ બોટો અને એક સો ૧૦૪ માછીમારોને ઉઠાવીને બંધક બનાવાયાના અહેવાલી સમગ્ર સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ખારવા સમાજમાં વધુ એક વખત ઉહાપોહ પ્રસરી ગયો છે.
પાક. મરીન એજન્સી દ્વારા આ અગાઉ માર્ચ મહિનામાં અનેક બોટોના અને ખલાસીને વારંવાર પકડી જવાના બનાવો બન્યા છે ત્યારે શનિવારે સવારે એક સો ૧૯ બોટો અને ૧૦૪ ખલાસીઓને ઉપાડી જવાઈ છે. માર્ચ મહિનામાં હવે કુલ ૩૮ બોટો અને ૨૧૯ માછીમારોને પાકિસ્તાનની અલગ અલગ જેલમાં બંધક બનાવાયા છે.
પાક. મરીન એજન્સી દ્વારા શનિવારે સવારે બોટો અને માછીમારોને ઉઠાવી જવાના બનાવમાં પોરબંદર, ઓખા, માંગરોળની બોટોનો સમાવેશ ાય છે. તાજેતરમાં પાક. મરિન એજન્સીની નાપાક પ્રવૃત્તિ વધી ગઇ હોય તેમ આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે જેટલીબોટો દેખાય એટલી બોટોને શરણે આવી જવાની ફરજ પાડવામાં આવે છે. અપહૃત તી બોટોના બોટ માલિકોને પણ અવારનવાર પાક. મરીનની આવી નીતિથી લાખોનું નુકસાન થાય છે.
પોરબંદર માછીમાર બોટ એસો.ના હોદ્દેદારો અને ખારવા સમાજના આગેવાનો પાક કબજામાં રહેલી સૌરાષ્ટ્રની બોટો અને માછીમારોને છોડાવવા માટે વધુ એક વખત રજુઆત કરીને માછીમારોના હિતમાં સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક ઉચ્ચ કક્ષાએી કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.