એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબજ તણાવ વધી રહ્યો છે ત્યારે કાલે સાંજથી પાકિસ્તાન તરફથી સતત ગોડીબાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય સેના દ્વારા 2 આંતકવાદીઓને ઢેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘાટના ચાલી રહી છે ત્યારે પંજાબનાં ફિરોઝપુરમાં શુક્રવારે પાકિસ્તાન માટે કામ કરી રહેલા જાસૂસની ધરપકડ કરાઈ છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)એ તેની પાસેથી પાકિસ્તાની સીમ સહિત એક ફોન પણ મળી આવ્યો છે. સૂત્રો પ્રમાણે પકડાયેલો જાસૂસ પાકિસ્તાનનાં 6 સંદિગ્ધ વોટ્સએપ ગ્રુપમાં સામેલ હતો.

ઝડપાયેલ આરોપી ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદનો રહેવાસી છે. પાકિસ્તાની જાસૂસની ઓળખાણ 21 વર્ષીય મોહમ્મદ શાહરુખ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે પોતાની પાસેનાં કેમેરાથી બીએસએફ પોસ્ટની તસવીરો લઇ રહ્યો હતો. સરહદની બહારની પોસ્ટ પરથી સંદિગ્ધ પરિસ્થિતીઓમાં પકડવામાં આવ્યો છે. આરોપી જાસૂસ પોતાને ચાદરમાં લપેટીને તસવીરો ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.