સરહદે પાકિસ્તાનના અનેક બંકરો તોડી પડાયા: ભારતના જડબાતોડ જવાબી હુમલો રોકવા પાકિસ્તાન કરગરીયું
પવીત્ર રમઝાન માસ દરમિયાન સરહદે હિંસા ન થાય તેવા હેતુી સીઝ ફાયર રાખવાનો નિર્ણય ભારતીય સેનાએ લીધો હતો. અલબત પાકિસ્તાનને ભારતની શરાફત ગળે ઉતરી નહીં અને છેલ્લા ચાર દિવસી કાશ્મીરમાં સીઝ ફાયરનો ભંગ કરી બેફામ ગોળીબાર કરાયો હતો. પરિણામે ભારતના જવાનોએ પાકિસ્તાનને એવો જડબાતોડ જવાબ આપ્યો કે હવે તે ઘુંટણીએ પડી હુમલો રાખવા કરગરી રહ્યું છે.
ચાર દિવસી કાશ્મીરમાં સીઝ ફાયરનો ભંગ કરી પાકિસ્તાને બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના બે જવાન શહિદ થયા હતા. આ ઘટનાની જવાબી કાર્યવાહીમાં બીએસએફે પાકિસ્તાનના અનેક બંકરો તોડી પાડયા હતા. પાકિસ્તાનની પોસ્ટને વેરવિખેર કરી નાખી હતી. ભારતીય સેનાએ આપેલા વળતા જવાબી પાકિસ્તાન ડરી ગયું છે અને હવે ફાયરીંગ કરવા વિનંતી કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.
ભારત તરફી બીએસએફની કાર્યવાહીમાં પાકિસ્તાનની ચોકીઓને બહોળુ નુકશાન થયું છે. તાજેતરમાં પાકિસ્તાન સામે ય થયેલી કાર્યવાહીનો વિડીયો જાહેર થયો હતો. ૧૯ સેક્ધડના આ વિડીયોમાં એક રોકેટ ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાની સરહદમાં બંકરને હિટ કરી ધડાકાભેર તોડી પાડે છે. બીએસએફના પ્રવકતાના મત મુજબ પાકિસ્તાની રેન્જરે તેમને આંતરરાષ્ટ્રીય સરહદે ફાયરીંગ અટકાવવા આજીજી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com