જેસલમેર (રાજસ્થાન)માં ભારત-પાકિસ્તાન સીમા પર બીએસએફની ચોકી પાસેની તાર બંદીને પાર કરી એપ્રિલ-૨૦૧૭માં પાકિસ્તાનથી ભારત આવેલ હસન ખાનની ઇંટેલીજન્સ બ્યુરો (આઇ.બી)એ ધરપકડ કરી છે. ત્યારે હસન ખાને જણાવ્યુ હતું કે પાકિસ્તાની એજન્સીના લોકો ચાર કિલોમીટર ભારતીય સીમામાં ઘુસી મને ભારતની અંદર મુકી ગયા હતા. તે દરમ્યાન કોઇએ તેને રોક્યો ન હતો.
ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફની એક મોટી ભુલની બાબત સામે આવી છે. ખુફીયા એજન્સીએ એક એવા શખ્સની ધરપકડ કરી છે.જે એપ્રિલ ૨૦૧૭માં તારબંદી પાર કરી પાકિસ્તાનમાંથી ભારત આવી છ મહિના ભારતમાં રોકાયો હતો.
હસન ખાનના પુત્ર પીરે ખાને ખુફીયા એજન્સીઓની પુછતા છ માં જે ખુલાસો કર્યો તે ચોકવનારો છે તેને જણાવ્યુ હતુ કે પાકિસ્તાનની એજન્સીના લોકો તેને ૪ કિ.મી. સુધી ભારતીય સીમાની અંદર આવીને મુકી ગયા હતા.
રાજસ્થાન ઇન્ટેલીજન્સના એડીશનલ એસપી રાજીવ દતાએ જણાવ્યું હતે કે ૧૯૭૭માં પાકિસ્તાનમાં ઉમર કોટમાં તેની બટેનનો પાસે ગયો હતો ત્યારે ભારત-પાકિસ્તાન સીમા પર તારાબંદી ન હતી પરંતુ ત્યાર બાદ તે ત્યાં જ રહી ગયો હતો પરંતુ આટલા વર્ષો પછી તે પાકિસ્તાનની સાથીઓની સાથે તારબંદી પાર કરીને ભારત આવ્યો હતો.
જ્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્યની ખુફીયા એજન્સી આ બાબતમાં ઇન્ટ્રોગેશન કરી રહી છે. કે કોના કહેવા પર અને કોની મદદથી તે ભારતમાં આવ્યો અને અત્યાર સુધી તેને પાકિસ્તાનની મદદ માટે શું શું કર્યુ તે તમામ માહિતી એજન્સી મેળવી રહી છે.
જો કે ખુફિયા એજન્સી આ બાબતને સુરક્ષામાં મોટી ભુલ માને છે આ સમગ્ર બાબતમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીઓપણ આ શખ્સ વિશે વધુ વિગતો મેળવી રહી છે.