જાતિવાદી ટીપ્પણી કરવા બદલ
સરફરાઝે મેચ દરમિયાન કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી સ્ટમ્પના માઈક્રો ફોનમાં રેકોર્ડ થઈ
તાજેતરમાં જ કે.એલ.રાહુલ અને હાર્દિક પંડયાને એક ટેલીવીઝન-શો દરમિયાન ટીપ્પણી કરવા બદલ સસ્પેન્શનનો ઓર્ડર અપાયો હતો ત્યારે પાકિસ્તાનના ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને ચાર મેચો માટે પ્રતિબંધિત રાખવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે લીધો છે. સરફરાઝે સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં જાતીવાદ અંગે ટીપ્પણી કરતા તે વિવાદમાં સપડાયો હતો.
સરફરાઝે સાઉથ આફ્રિકાના ઓલ રાઉન્ડર એન્ડીલ ફેહલુકવાયો અંગે જાતીવાદને લઈ ટીપ્પણી કરતા મેચ દરમિયાન સ્ટમ્પના માઈક્રો ફોનમાં તેની આ વાત રેકોર્ડ થઈ હતી જોકે તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, પોતે કોઈને લક્ષ્યાંક સાધીને વાત કહી ન હતી પરંતુ તેણે માફી માંગતા બોર્ડે એન્ટી રેકીજમ કોડ અંતર્ગત સરફરાઝને ચાર મેચો માટે સસ્પેન્શનના ઓર્ડર આપ્યા. હાલ ચાલી રહેલી ઓડીઆઈ સીરીઝમાં પાકિસ્તાન તરફથી તે વધુ બે મેચો નહીં રમી શકે માટે તે રવિવાર અને અન્ય બે મેચો માટે સોએબ મલિક ટીમનું નેતૃત્વ કરશે.