IPL ૨૦૧૮માં પ્લે-ઑફમાં પહોંચવાની જંગ શરૂ થઇ ગઇ છે. તમામ પ્લેયર્સ પોતાની ટીમને અંતિમ દોરમાં પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ ઈંઙકની સિઝનમાં જે પ્લેયર ની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે કે.એલ. રાહુલ. ઈંઙકમાં તે સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે.
૧૦ મેચમાં તેણે ૪૭૧ રન ફટકાર્યા છે. ચારેય તરફ કે.એલ.રાહુલના ફોર્મની ચર્ચા થઇ રહી છે, તેની ફેન ફોલોઇંગ સતત વધતી જઇ રહી છે.પાકિસ્તાનની હોસ્ટ જૈનબ અબ્બાસ પણ હવે તેની ફેન બની ગઇ છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું કે, પ્રભાવશાળી, શાનદાર ટાઇમિંગ, જોઇને મજા આવી ગઇ. તેની આ ટ્વીટ પાકિસ્તાન કરતા વધુ ભારતમાં વાયરલ થઇ રહી છે.
ઉલ્લખનીય છે કે જૈનબ અબ્બાસ પાકિસ્તાનની સ્પોર્ટસ એન્કર છે. તે પાકિસ્તાનના મોટા ઇવેન્ટ્સને કવર કરે છે. પાકિસ્તાન સુપર લીગમાં તે એન્કરિંગ કરે છે. તેની ત્યાં મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. તે અનેક દિગ્ગજ ક્રિકેટરોનું ઇન્ટરવ્યુ લઇ ચુકી છે, જેના વીડિયોઝ પણ ખૂબ જ ટ્રેન્ડ થયા હતા.
ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ (ઊંડઈંઙ) પહેલા કે.એલ. રાહુલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (છઈઇ)માં હતો. બેંગલોરે તેને રિટેઇન ન કરતા પંજાબે તેને ૧૧ કરોડમાં ખરીદ્યો હતો. ઑક્શન વખતે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ તેને ખરીદવા ઇચ્છતા હતા જો કે કિંમત વધવાના કારણે તેમણે હાથ પાછા લઇ લીધાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,