ભાવ વધારાને અંકુશમાં લાવવા પાકિસ્તાને ડુંગળી તથા ટમેટા જેવી ચીજ વસ્તુઓની આયાત ભારત પાસેથી કરવા તૈયારી બતાવી
હાલ સમગ્ર વિશ્વભરમાં પાકિસ્તાનને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન જે રીતે આંતકવાદને પ્રોત્સાહન આપી રહ્યુ છે તેનાથી જે ભરોસો વિશ્વ ઉપર હોવો જોઈએ તે હવે રહ્યો નથી. એટલું જ નહીં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ ખૂબ જ ડામાંડોડ જોવા મળી રહી છે અને દિન પ્રતિદિન દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાન આંબલી રહ્યા છે ત્યારે પાકિસ્તાને ભારત પાસેથી મદદની ગુહાર પણ લગાવી છે અને એ વાત ઉપર ભરોસો પણ દાખવ્યો છે કે બંને દેશો વચ્ચે હવે વ્યાપાર સંબંધ વધુ ગાઢ બનશે. હાલ પાકિસ્તાન ના વડાપ્રધાન સેહબાઝ શરીફ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું છે કે, તાન ભારત સાથે વ્યાપાર સંબંધને વધુ મજબૂત બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે અને ભારત સાથે વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવી જે અર્થ વ્યવસ્થા દામાદોર થઈ છે તેને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
હાલ પાકિસ્તાનની સાંપ્રત સ્થિતિને ધ્યાને લઈ પાકિસ્તાન સરકાર ભારત સાથે વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આગળ આવી રહ્યું છે અને કાશ્મીર મુદ્દા ને સાઈડમાં રાખી જે અર્થ વ્યવસ્થા પાકિસ્તાનની ધીમી પડી છે તેને વધુ આગળ ધપાવવા માટે પણ કાર્ય કરી રહ્યું છે. આ અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ જણાવ્યું છે કે હાલની પાકિસ્તાન સરકાર ભારત સાથે વ્યાપાર સંબંધને વધુ ગાઢ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. પાકિસ્તાનના વિવિધ ચેમ્બરોએ સરકારને જણાવ્યું હતું કે તેઓ ભારત પાસેથી ડુંગળી અને ટમેટાની આયાત શરૂ કરે અને જે રીતે પાકિસ્તાનમાં બાધાવી છે અને તેનાથી જે શાકભાજીના ઉત્પાદનમાં અસર પહોંચી છે તે આવનારા સમયમાં ન થાય તે માટે ભારત પાસે મદદ લેવી ખૂબ જ હિતાવહ છે.
ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે કાશ્મીર મુદ્દે થોડા ઘણા અંશે બગડ્યા હતા તેના કારણે પાકિસ્તાનને આર્થિક રીતે ઘણો પછડાટ પણ સહન કરવો પડ્યો છે ત્યારે હવે આ તમામ મુદ્દાઓને સાઈડ પર રાખી વ્યાપારને વધુ મજબૂતી આપવા માટે જે પગલાં સરકારે લેવા જોઈએ તે ઉપર હાલ પાકિસ્તાન ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાકિસ્તાનના આ હવાતીયા કેટલા અંશે સફળ નિવડે છે.