જમ્મુ કાશ્મીરના રાજૌરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં ભારે ગોળીબાર કરી ભારતીય સેનાની ચોકી અને ગ્રામિણ વિસ્તારને નિશાન બનાવી. ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ મોર્ચો સભાળ્યો છે.
પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં ભારે ગોળીબાર કરતાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ મોર્ચો સભાળ્યો છે.
અગાઉ રવિવારે પાકિસ્તાને બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં અંધાધુધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં ભારતીય સરહદી વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો.