પોતાના નાગરિકોનો સ્વીકાર કરવામાં ઈનકાર કરતા પાક. સામે ટ્રમ્પ લાલઘુમ: પાકિસ્તાનને મોટો ઝટકો પડવાની પ્રબળ શકયતા
ગેરકાયદે નાગરિકોના મુદ્દે કડક વલણ રાખનાર અમેરિકા હવે આ દિશામાં પાકિસ્તાનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. વિઝાનો સમયગાળો પૂર્ણ થઇ ગયા છતાં અમેરિકામાં રહેતા પોતાના નાગરિકોને પરત બોલાવવાનો પાકિસ્તાને ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનના આ વલણ સામે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એવું પણ કહ્યું છે કે, તેઓ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી શકે છે અને તેની શરૂઆત સૌથી પહેલાં અધિકારીઓથી જ થશે.
અમેરિકાની આ ચેતવણી પાકિસ્તાન માટે મોટો ફટકો ગણાશે. કારણ કે, પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જેમના પર અમેરિકાએ ગેરકાયદે નાગરિક સંબંધિત કાયદાઓ લાગુ કર્યા છે. આ કાયદા અનુસાર, અમેરિકાથી પ્રત્યર્પિત કરવામાં આવેલા અને વિઝા અવધિ સમાપ્ત થયા બાદ પણ દેશમાં રહેતા પોતાના નાગરિકોને જે દેશ પરત નહીં બોલાવે, તેમના નાગરિકોને અમેરિકાના વિઝા નહીં આપવામાં આવે. પાકિસ્તાને અમેરિકાના આ કાયદાની અવગણના કરી પોતાના નાગરિકોનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ અવગણના બાદ અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે.
અમેરિકાના વિદેશ વિભાગે શુક્રવારે કહ્યું કે, પાકિસ્તાનમાં એમ્બેસી સંબંધિત કામકાજમાં હાલ કોઇ ફેરફાર નહીં થાય, પરંતુ અમેરિકા પાકિસ્તાની નાગરિકોના વિઝા અટકાવી શકે છે. જેની શરૂઆત ઉચ્ચ અધિકારીઓથી થઈ શકે છે.અમેરિકાની આ ચેતવણી કાયદાનું અનુસરણ નહીં થયા બાદ આવી છે. અમેરિકન કાયદા હેઠળ પાકિસ્તાન એવો દેશ છે જેના પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદા અનુસાર, જે દેશ પ્રત્યર્પિત કરવામાં આવેલા અથવા વિઝા અવધિ સમાપ્ત થયા બાદ પણ પોતાના નાગરિકોને પરત નહીં બોલાવે, તેવા દેશોના નાગરિકોને અમેરિકન વિઝા નહીં આપવામાં આવે.
વિદેશ વિભાગે પાકિસ્તાન પર આ પ્રતિબંધોની અસરને ઘટાડવાની કોશિશ કરી છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પાકિસ્તાનમાં એમ્બેસી સંબંધિત કામકાજમાં કોઇ ફેરફાર નહીં થાય. હાલ અમેરિકા અને પાકિસ્તાનની સરકાર વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ ચાલી રહ્યા છે, તેથી આ કાયદાની ઝીણવટમાં તેઓ નહીં જાય.
અમેરિકાના પૂર્વ એમ્બેસેડર હુસૈન હક્કાનીએ કહ્યું કે, આ કાયદાથી પાકિસ્તાન માટે મુશ્કેલીઓ પેદા થશે. ખાસ કરીને એવા પાકિસ્તાની નાગરિકો જેઓ અમેરિકામાં આવવા ઇચ્છે છે. જો પાકિસ્તાની અધિકારીઓને પ્રત્યર્પણની કાયદાકીય અનિવાર્યતાઓ સંબંધિત અમેરિકાના અનુરોધોને નજરઅંદાજના કરી શકાય. જો પાકિસ્તાન પોતાના વલણ પર સ્થિર રહ્યું તો એવી સ્થિતિ પણપેદા થઇ શકે છે કે, તેના નાગરિકોને અમેરિકાની બોર્ડરમાં દાખલ થવાની પણ મંજૂરી નહીં મળે, ત્યાં સુધી કે પાકિસ્તાનના અધિકારીઓને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.