ટિમમાં 3 બદલાવ કરવામાં આવ્યા: સરફરાઝ અહેમદને સ્થાન મળ્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અનેકવિધ વિવાદોમાં સપડાયો છે ત્યારે ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કરતાં પાકિસ્તાનને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ તકે વિશ્વ કપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર કરવામાં આવી છે.
ઓક્ટોબર 17થી શરૂ થતા ટી-૨૦ વિશ્વ કપ માટે વિવિધ ટીમોએ તેમના ખેલાડીઓની પસંદગી કરી લીધી છે ત્યારે પાકિસ્તાન ટીમ દ્વારા પણ તેમની ટી-ટ્વેન્ટી માટે ની ટીમ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ટી-૨૦ માટે ટીમમાં ત્રણ બદલાવ પણ કરવામાં આવ્યા છે જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની સરફરાઝ અહેમદ ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટી ટ્વેન્ટી માટે 15 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે આગામી 17 ઓક્ટોબરથી વિશ્વકપ યુએઇ અને ઓમાન માં રમાંવવાનો શરુ થશે.
ટીમમાં જે બદલાવ કરવામાં આવ્યા છે તેના વિશે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર મોહમ્મદ વસીને જણાવતા કહ્યું હતું હાલ ચાલનારી રાષ્ટ્રીય ટી-20 ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેઓને વિશ્વ કપમાં સ્થાન આપવામાં આવ્યું છે પરિણામે ગામમાં થયેલા ત્રણ બદલાવમાં હૈદર અલી, ફકર ઝમાન અને સરફરાઝ અહેમદને સ્થાન મળ્યું છે.
પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સુકાની તરીકે સાદબ ખાન, આસિફ અલી, ફકર ઝમાન, હૈદર અલી, હરિસ રોઉફ,હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, સરફરાઝ અહેમદ, સહીન શાહ આફ્રિદી,સોયબ મકસુદને સ્થાન આપવા આવ્યું છે. જ્યારે રિઝર્વ તરીકે ખુસદીલ શાહ, શાહનવાઝ દહાનિ, ઉસ્માન કાદિરને સ્થાન આપવમાં આવ્યું છે.પાકિસ્તાનનો પ્રથમ મેચ ઓક્ટોબર 24ના દુબઇ ખાતે ભારત સામે રમાડવામાં આવશે.