જમ્મુ-કાશ્મીરના આરએસ સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાને સીઝફાયર વાયોલેશન કર્યું છે. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે. આ ફાયરિંગ ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ પાકિસ્તાનના ફાયરિંગમાં 3 જવાન ઘાયલ થયા હતા. ભારતની સેનાએ તેનો જવાબ પણ આપ્યો હતો અને તેમાં પાકિસ્તાનના બે સૈનિકોના મોત થયા હતા. ભારતીય સિક્યુરિટી એજન્સીઓએ એલઓસી અને ઈન્ટરનેશનલ બોર્ડ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. પાકિસ્તાને પહેલાં બુધવારે મોડી રાત્રે એલઓસી અને ઈન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કર્યું હતું. ગુરુવારે મોડી રાત્રે આરએસપુરના સેક્ટરના અરનિયા વિસ્તારમાં પાકિસ્તાને ફરી સીઝફાયર વાયોલેશન કર્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં થોડી થોડી વારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન મોર્ટારનો પણ ઉપયોગ કરી રહ્યા છે.શ્રીનગરમાં ગુરુવારે કરવામાં આવેલા એન્કાઉન્ટમાં સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર અબૂ ઇસ્માઇલને ઠાર માર્યો છે. અબૂ ઇસ્માઇલ અમરનાથ હુમલાનો મુખ્ય આરોપી હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત