બાલાકોટ સેકટરમાં ભારતીય ચોકીઓ ઉપર ગોળીબાર: ૮ દિવસમાં ૮ વાર સીઝ ફાયરનું ઉલંઘન કરવાની પાકિસ્તાનની નાપાક હરકત
પાકિસ્તાને વધુ એકવાર સીઝ ફાયરનું ઉલંઘન કર્યું છે. જેનો ભારતીય સૈન્ય દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. મોડીરાત્રે બાલાકોટ સેકટરમાં ભારતીય ચોકીઓ ઉપર ગોળીબાર કરવાની હરકત પાકિસ્તાને કરી હતી. હાલ આ ગોળીબારી કોઈ જાનહાની ઈ ન હોવાના સમાચાર છે.
પાકિસ્તાને આઠ દિવસમાં સતત આઠમી વખત સીઝ ફાયરનું ઉલંઘન કર્યું છે. અગાઉ પાકિસ્તાને તા.૧૬ મેના રોજ જમ્મુ-કાશ્મીરના નૈસેરા સેકટરમાં સીઝ ફાયરનું ઉલંઘન કર્યું હતું. ગઈકાલે પાકિસ્તાને ભારતીય સૈનીકોને નિશાન બનાવી મોર્ટારા ફેંકયા હતા. જેના જવાબમાં ભારતીય સૈન્યએ ગોળીબાર કર્યો હતો.
હાલ પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદીય વિસ્તારમાં તનાવ જણાય રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ પાકિસ્તાનને કુલભુષણની સજા મામલે પીછેહઠ સહન કરવી પડી છે. પાકિસ્તાની સૈન્ય કોર્ટને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાકી પાકિસ્તાન ગીનાયુ છે. પરિણામે છેલ્લા આઠ દિવસમાં સરહદ પર અનેક વખત ગોળીબારના બનાવો બન્યા છે. તાજેતરમાં જ ભારતીયસૈન્યના જવાનનું કત્લ કરવાની ગુસ્તાખી પણ પાકિસ્તાને કરી હતી. ત્યારે ગઈ મોડી રાત્રે પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ દઈ રહ્યું છે.
જમ્મુમાં સેનાનું મેગા સર્ચ ઓપરેશન: ૧૦૦૦ જવાનો દ્વારા ડોર ટુ ડોર તપાસ
દક્ષિણ જમ્મુના સોફીયા સેકટરમાં હિઝબુલના આતંકીઓ છુપાયા હોવાની શંકાએ સેના દ્વારા મેગા સર્ચ ઓપરેશન શ‚ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦૦ જવાનો ડોર ટુ ડોર તપાસ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં હિઝબુલના અનેક આતંકીઓ સંતાયા હોવાની બાતમી સૈન્યને મળતા વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન શ‚ કરવામાં આવ્યું છે. સૈન્યના જવાનો વિસ્તારના તમામ ઘરોમાં પહોંચી તપાસ કરી રહ્યાં છે.
સંરક્ષણ મંત્રી અ‚ણ જેટલી અને જનરલ બીપીન રાવત વચ્ચે બેઠક
પાકિસ્તાન દ્વારા અવાર-નવાર તા ગોળીબાર તેમજ સરહદ પારના આતંકવાદ મુદ્દે આજરોજ સંરક્ષણ મંત્રી અ‚ણ જેટલી તેમજ જનરલ બીપીન રાવત વચ્ચે શ્રીનગર ખાતે બેઠક શે. જેમાં દેશની સુરક્ષાની પરિસ્િિત અંગે બન્ને મહત્વની ચર્ચા કરશે. ઘણા સમયી દેશ ઉપર આતંકવાદનો ખતરો છે. જયારે પાકિસ્તાન પણ વારંવાર સીઝ ફાયરનો ભંગ કરે છે ત્યારે આ બેઠકમાં ભવિષ્યમાં કઈ પ્રકારના પગલા લઈ શકાય તે અંગે વાટાઘાટો શે.