પ્રતિબંધ હટાવાતા વિમાન કંપનીઓને મળી મોટી રાહત

પાકિસ્તાનને પોતાની હવાઇ સીમાના ઉપયોગનો પ્રતિબંધ હટાવતાં વિમાની કંપનીઓને મોટી રાહત મળી છે. પાકિસ્તાન હવાઇ સીમા ખુલતા અમેરિકા અને યુરોપની ફલાઇટોના સંચાલનના ખર્ચમાં પ થી ર૦ લાખ રૂપિયા સુઘીનો ઘટાડો થવા પામ્યો છે. પાકિસ્તાને મંગળવાર સવારથી તમામ કોર્મશીયલ વિમાની કંપનીઓ માટે પોતાની હવાઇ સીમા ખોલી દીધી છે.

બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને પોતાની હવાઇ સીમા બંધ કરી દીધી હતી. જેના વિકલ્પરુપે અન્ય માર્ગે વિમાનો ઉડાવાથી એર ઇન્ડીયાને અત્યાર સુધી ૪૯૧ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. હવે પાકિસ્તાનની હવાઇ સીમા ખુલી જવાથી વિમાનોનો ઉયપોગ વધશે પાયલોટોની જરુરીયાત ૩૫ ટકા ઘટશે યુરોપ જવાવાળી ફલાઇટોનો ખર્ચ પ લાખ અને અમેરિકા જનારી ફલાઇટો નો ખર્ચ ર૦ લાખ રૂપિયા ઘટશે. પાકિસ્તાને ર૦ ફેબ્રુઆરીથી ૧પ જુલાઇ સુધી ભારત માટે ૧૧ માંથી માત્ર બે રસ્તાઓ ખુલ્લા હતા. આ બન્ને માર્ગો દક્ષિણ પાકિસ્તમાંથી પસાર થતાં હતાં.

૧૪૦ દિવસ પછી પાકિસ્તાનની હવાઇ સીમા ખુલતાં હવે દિલ્હી અને પશ્વિમ વચ્ચે નું અંતર ૪ કલાક જેટલું ઘટી જશે હવે અમેરિકાની ફલાઇટો ફરીથી નોન સ્ટોપ થઇ જશે પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે ભારત જો મોરચા પરથી યુઘ્ધ વિમાનો હટાવશે પછી પાકિસ્તાન તેની હવાઇ સીમા ખોલશે.

પાકિસ્તાન નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા જારી કરાયેલી નોટીસમાં પાકિસ્તાને તમામ પ્રકારના વિમાનો માટે પોતાની હવાઇ સીમા ખોલી દીધાની જાહેરાત કરી હતી. એર ઇન્ડીયા ની શાંત ફોસ્સિકો દિલ્હીની એ.આઇ. ૧૮૪ વિશ્વની સૌથી લાંધી નિતંતર પ્રવાસ કરનારી ફલાઇટ હવે પાકિસ્તાનમાંથી ફરીથી ર૮ ફેબ્રુઆરી બાદ પ્રવાસ કરશે.

સ્પાઇસજેટ જયપુર-મુંબઇ મંગળવારે આ રુટનો ઉપયોગ કરાશે આ રુટ ખુલ્લો થવાથી વિમાની કંપનીઓને પ થી ર૦ લાખ રૂપિયાનો ફાયદો થશે ઇન્ડીગો પણ દિલ્હી-ઇસ્તમબુલ ની વિમાન સેવા પુન: બહાલ કરવા તૈયારી કરી રહ્યું છે.

પ્રવકતાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી પસાર થઇ કેસ્પીયન સમૃઘ્ધ પરથી પર્શીયન ગલ્ફ ઓમાનનો રુટ ખુલ્લો થશે. પાકિસ્તાન ની હવાઇ સીમામાં બંધ હતી ત્યારે સ્પાઇસ જેટે દિલ્હી-કાબુલ સહીતની સેવાઓ બંધ કરી દીધી હતી. આ પ્રતિબંધ થી એરઇન્ડીયાને સૌથી મોટું નુકશાન થયું હતું. એર ઇન્ડીયાએ ર જુલાઇ સુધીમાં ૪૯૧ કરોડ સુધીની ખોટ ખાધી હતી.

સ્પાઇસ જેટ ઇન્ડીગો, ગોએરને અનુક્રમે ૩૦.૭ કરોડ, ૨૫.૧ કરોડ અને ૨.૧ કરોડની ખોટ ગઇ હોવાની ઉડ્ડયનમંત્રી એચ.એસ. પુરીએ રાજસભામાં માહીતી આપી હતી. પાકિસ્તાનની હવાઇ સીમા ખુલી જતા આંતર રાષ્ટ્રીય  પ્રવાસનમાં ફરીથી સાનુકુળ વાતાવરણ શરુ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.