ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી કાશ્મીરની વાત હોય તો આ મુદ્દો માત્ર પીઓકે અને ગિલગિટ બાલિસ્તાન પર તેમના ગેરકાદેસર કબજા અંગે છે. આ વાત ગુરૂવારે સરકારે કહી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ભારતની માંગને રજૂ કરવા સાથે પાકિસ્તાનના એ વિસ્તારોને ખાલી કરવાનું જણાવ્યું છે. જેની પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચઅધિકારી અબ્દુલા બાસિત દ્વારા જમ્મુ-કશ્મીરના મુદ્દે કાશ્મીરીયોની આકાંક્ષાપ્રમાણે હલ કરવાના નિવેદન બાદ સિંહે આ નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર ગુરૂવારે અહીં ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી.
સિંહે સંસદની બહાર સંવાદદાતાએ કહ્યું કે આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જો કોઇ મુદ્દો હોય તે માત્ર પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર કબજાનો મુદ્દો છે પછી ભલે તે પાક અધિકૃત કાશ્મીર હોય કે પછી ગલસિગિટ-બાલ્ટિસ્તાન. મંત્રીઓએ કહ્યું છે કે
આને કઇ રીતે પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવું અને ભારતીય ગણતંત્રનો હિસ્સો બનાવવામાં આવે સાથે જ જમ્મુ કશ્મીરને તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે. હવે માત્ર આ એક જ મુદ્દો છે.
આ તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલે બાસિતને જણાવ્યું છે કે ભારત પોતાના આંતરીક મુદ્દાઓ પર કોઇ પણ પ્રકારના બહારી હસ્તક્ષેપ નહીંમ ચાલે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન માટે તે યોગ્ય રહેશે કે તે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદને અંકુશમાં લાવવાનો પ્રયાસ કરે. અન્ય દેશો સાથે તેમના સંબંધો ખરાબ થઇ રહ્યાં છે.