અંદરના છૂપા દુશ્મનો પ્રત્યે પણ બાઝ નજર અનિવાર્ય
ભારતની વાયુસેનાએ પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરી પ્રદેશમાં સર્જિકલ સ્ટ્રાઇક-ર ના ઝંઝાવાતી લશ્કરી હુમલો કરીને ૩૦૦ થી વધુ જૈશ-આતંકીઓને મોતને ઘાટ ઉતારીને જબરો સન્નાટો સજર્યો બાદ પાકિસ્તાનનાં રાજકારણમાં અને લશ્કરમાં તાજેતરમાં કયારેય જોવા કે સાંભળવા મળી ન હોય તેવી હલચલ મચી છે. એવો ધટસ્ફોટ આધારભૂપ વર્તુળે કર્યો છે.
આતંકવાદ સામેના જંગમાં ભારતની સાથે હોવાનું દર્શાવીને ચીને આ ધટના અંગેની તેની ખામોશી તોડી છે, પરંતુ એ ભેદી હોવાનું દેખાઇ આવે છે. ચીને આ વિધાનની સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ચીનના હિતની વાત આવશે તો તેનું વલણ બદલશે !
ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ચીનના રાજદૂતને જાતે મળવા જવું પડયું અને આ અંગેની ભારતીય રણનીતીની જાણ કરવી પડી તેનો સારાંશ એવો પણ નીકળે છે કે ચીન પાકિસ્તાન સાથેની રાજદ્વારી નીકટતામાંથી તે લેશમાત્ર હટવા માગતું નથી અને ગમે ત્યારે પોતાનું વલણ બદલવા માટે મુકત છે !
અહીં ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની એ સલાહનું સ્મરણ થયા વગર રહેતું નથી કે ‘તૂર્કી ટોપી અને પીળી ચામડી’નો કયારેય ભરોસો ન કરવો ’
ભારત અને ચીન જે સમયે ભાઇ-ભાઇ’ ના સૂત્રો પોકારતા હતા તે સમયે જ ચીની શાસકોએ અચાનક ભારત ઉપર લશ્કરી આક્રમણ કરીને તેનો લશ્કરી બળ વડે વિશાળ મુલક પડાવી લીધો હતો અને તે ખંધાઇ પૂર્વક પોતાના કબ્જામાં લીધો હતો. ભારતે એ મુલક પોતાનો હોવાનું દર્શાવીને તે પાછો મેળવવાનો સંસદમાં સર્વાનુમતે ઠરાવ પણ કર્યો હતો. ચીન અને આખી દુનિયા આ વાત જાણે છે તો પણ ચીન આ ભારતીય પ્રદેશ પોતાનો જ છે એમ કહીને તે એની છાતી ઉપર પગ વાળીને ચડી બેઠું છે.
અ‚ણાચલ તથા તેની આસપાસનો પ્રદેશ પોતાનો જ હોવાનો કહીને તેણે તેની રાજદ્વારી ખંધાઇ ચાલુ રાખી છે, ચીનાઓ દગાબાજ છે અને બોલીને ફરી જવાનું એના માટે સહજ છે. ચીન-ભારત વચ્ચેના પંચશીલ- કરારને પણ તેણે ઠોકરે જ માર્યા છે ! એની સામ્રાજયવાદી માનસિકતા હવે ખુલ્લી થઇ ચૂકી છે. રશિયાની સાથે પણ તે આવો રાજદ્રાહી દ્રોહ કરી ચૂકયું છે.
પાકિસ્તાનની શાસકોના સાથ દ્વારા તેણે કાશ્મીરમાં લશ્કરી દ્રષ્ટિએ મહત્વનો ગીલગીટ- પ્રદેશ પણ હસ્તગત કરી લીધો છે. સોદાબાજીથી પડાવ્યો છે. જે પ્રદેશ ભારતનો છે તેનો સોદો કરીને પાકિસ્તાને ચીનએ સોંપી દીધો છે. જેનો ગેર ઉપયોગ કરીને અને છેક આપણી સરહદ સુધીની સડક ઊભી કરી લીધી હોવાનો રહસ્યસ્ફોટ થઇ ચૂકયો છે.
પાકિસ્તાન પાસેના અણુ બોમ્બોમાં મૂળ ચીનમાં જ છે ! ચીનની મદદ વડે જ તે સર્જાયા છે….
આ બધું જોતાં ‘પીળી ચામડી – તૂર્કિ ટોપી’ની જુગલબંધી તેમની ‘ખોફનાક સાંઠગાંઠ’ કેટલી ઊંડે સુધી પહોંચી છે તેનો ખ્યાલ આપે છે.
આતંકવાદ સામેની નિર્ણાયક મનાતી લડાઇમાં પોતે તેમની ‘ગાઢ મૈત્રી’ને બાજુએ મૂકીને પણ ચીન ભારતની પડખે રહેશે એવી ચીની જાહેરાત અત્યારે ભલે ભારતની સીમ સલાહના ત્રાજવે તોળ્યા ‘વિના હરખપદૂડા ’ન થઇ જવાનું જ સૂચવે છે દગાબાજીનો ભૂતકાળ ભૂલવા જેવો નથી.‘ભરોસાની ભેંસ પાડો જણે’એ કહેવત પણ આંખના ઇશારે સાવચેત રહેવાનું દર્શાવે છે.
ભારતે તેની સર્વગ્રાહી તાકાતનો ઉપયોગ કરીને પાકિસ્તાનને ખોબરૂ કરી નાખવાની જ રણનીતિ અપનાવવી જોઇએ. ચાણકય નીતિ અને કૃષ્ણનીતિ પણ એવો જ પડઘો પાડે છે!
સમગ્ર સ્થિતિ સંજોગોનું પૃથ્થકરણ કરતાં એવો જ ખ્યાલ ઉપસે છે કે, મોદી સરકાર જો લોકસભાની આગામી ચુંટણીમાં બહુમતિ મેળવવા અંગે નચિંત થવા માગતી હોય તો તેણે આતંકવાદી પરિબળોને પૂરેપૂરા નેસ્તનાબુદ કરવાં જ જોઇએ અને પાકિસ્તાનની સામે આ મુદ્દે યુનોમાં અને વૈશ્વીક સ્તરે બધે જ રાજદ્વારી કૂટનીતિના વિજય જેવી લાગે છે પણ સરકાર પટેલની લાલબત્તી રાજદ્વાહી દબાણનું યુઘ્ધ ચાલુ રાખીને અને તેને વધુને વધે ધારદાર બનાવવું ઘટે!…
જો કે, આમ કરવાનું સાવ આસાન નથી. એમ થતાં પાકિસ્તાનની કટ્ટરપંથી પ્રજા અને અલગતાવાદી પરિબળો અગનગોળા જેવા લાલચોળ બનશે બંદર ઉશ્કેરાશે અને ઇસ્લામિક દેશો સુધી એની જવાળાઓ વિસ્તારની સંભાવના પેદા થશે!
ભારત અને પાકિસ્તાન બન્ને અણુરાષ્ટ્રો છે પાકિસ્તાનની શાસકો અને લશ્કરના માંધાતાઓને તે લલચાવે અને ઉકળાટની આંધી ચડાવે એવું પણ બને !
ભારત સાથે મહાસત્તા બનવા માટેની ગાંડીતૂર સ્પર્ધામાં ચીન પણ ધૂણવામાં સામેલ થવાનો મિજાજ દાખવે તો ઘોષિત યુઘ્ધનો જ વિકલ્પ રહે અને ‘પીળી ચામડી’ એની મૂળભૂત માનસિકતાના બિહામણાં ઘોડાપૂરમાં તણાય તો શું થાય એવી દહેશત રહે છે !
જો કે, યુઘ્ધ કુ અણુયુઘ્ધનાં છમકલાં સુધીમાં ‘શયતાની ચરખો’ પહોંચે એમ આછું પાતળું પણ જણાતું નથી.
સંયુકત રાષ્ટ્રસંઘ અને મહારાષ્ટ્રો એવું થવા દે એવી શકયતા નહિવત છે.
આમછતાં ભારતે પાકિસ્તાનને બધી રીતે ભોંય ભેગું કરવા રાજદ્વારી યુઘ્ધની ધણધણાતી ચાલુ રાખવી જ ઘટે પાકિસ્તાનના વડાપ્રધાન ત્યાના સનસનાટીઓ ભીના વાતાવરણને અને ત્રાસવાદી પરિબળોને અંકુશમાં રાખવા જેટલું બળ નહિ ધરાવતા હોય તો ત્યાં પ્રજાકીય વિપ્લવ જાગ્યા વિના નહિ રહે !
ચૂંટણીનું રાજકારણ ભારતને પણ કલ્પી ન શકાય એવું નુકશાન પહોચાડશે જે આવતા વર્ષોમાં ભારતને અને તેની પ્રજાને વધુને વધુ બેહાલીમાં ધકેલશે એમ કહ્યા વિના છૂટકો નથી !
બન્ને રાષ્ટ્રો સાથે બેસીને મંત્રણાઓ દ્વારા સુલેહ શાંતિનો માર્ગ અપનાવે એમાં જ એમનું વિશ્વનું અને માનવ જાતનું ભલું લેખાશે !