પાકિસ્તાનને સીધુ કરવા કેન્દ્ર સરકારે સિંધુ સહિતની નદીના પાણી રોકવાની યોજના બનાવતા પાક નેતાઓને સિંધુ જળસંધિની યાદ આવી
હાલમાં પ્રવર્તી રહેલા કળીયુગમાં અનેક અણધાર્યા બનાવો બનવાનો પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પોતાની અગમવાણી માટે જાણીતા દેવાયત પંડિતે સદીઓ પહેલા કહ્યું હતું કે, પાવલે પાણી વેચાશે જે હાલમાં સત્ય કહી રહ્યું છે. યુદ્ધ નિષ્ણાંતો પણ ત્રીજુ વિશ્ર્વ યુદ્ધ પાણી મુદ્દે લડાશેની આગાહીઓ કરી ચુકયા છે જેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં સિંધુ જળસંધિ મુદ્દે પાકિસ્તાન ઘુંટણીયે પડી ગયાનું છે. આઝાદીકાળથી ભારતને આતંકવાદ દ્વારા પરેશાન કરતા પાકિસ્તાનને સીધુ કરવા મોદી સરકારે સિંધુ સહિતની નદીના રોકવાની યોજના બનાવી છે. જેથી પાણી રોકાવવાના ભયની તરસે મરી ન જવાય તે માટે પાકિસ્તાને ભારત સાથે દાયકાઓ પહેલા થયેલી સિંધુ જળસંધિ મુદ્દે ચર્ચા કરવા વિનંતી કરી છે.
ભારતે સિંધુ જળસંધી અંતર્ગત લાંબા સમય વણઉકેલ રહેલા મુદ્દાની વાતચીત માટે કોરોના કટોકટીના માહોલમાં વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરવાનો પાકિસ્તાને સુજાવ કર્યો હતો પરંતુ ઈસ્લામાબાદ સતાવાળાઓએ આ વાતચીત રૂબરૂ અટારી ચેકપોસ્ટ ઉપર યોજવાનો આગ્રહ રાખ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે એક પત્રમાં ભારતના સિંધુ મહાનિર્દેશકે પાકિસ્તાનને જણાવ્યું હતું કે, કોરોના કટોકટીના આ માહોલમાં આ બેઠક સંયુકત રીતે અટારી ચેકપોસ્ટ ઉપર યોજવી હિતાવહ નથી. પાકિસ્તાનની વિનંતીને પગલે સિંધુ જળસંધિની કેટલાક મુદાઓને લઈને માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત હવે વર્તમાન મહામારીના પગલે પરિસ્થિતિ સંપુર્ણ બદલાઈ ચુકી છે. હકિકતમાં સ્થિતિ સામાન્ય બનતા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસની પરિસ્થિતિ થાળે પડતા અવશ્યપણે થોડો સમય લાગશે તેવા સમયમાં ભારતીય મહાનિર્દેશકે જુલાઈ મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં સિંધુ જળસંધિ અંતર્ગતની આ બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજવાનો અથવા તો અન્ય રીતે યોજવાનો સુજાવ કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ પત્રના જવાબમાં પાકિસ્તાન કમિશનરે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બેઠક અટારીની સંયુકત ચેકપોસ્ટ પર યોજી ચર્ચા-વિચારણા કરવાનો આગ્રહ હતો.
ભારતીય મહાનિર્દેેશકે જણાવ્યું હતું કે, ભારતમાં હજુ પોતાના પ્રતિનિધિઓના પ્રવાસ માટે સ્થિતિ અટારી ચેકપોસ્ટ ઉપર સિંધુ જળસંધીની આ બેઠક માટે પ્રવાસ અને બેઠક યોજવા માટે સમય ઉચિત નથી. ભારતીય મહાનિર્દેશકો દ્વારા વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજવાનો સુજાવ રાખ્યો હતો ત્યારે પાકિસ્તાને નવી દિલ્હી સમક્ષ અટારી ચેકપોસ્ટ ઉપર સિંધુ જળસંધિના લાંબા સમયથી બાકી રહેલા મુદાઓ પર અટારી ચેકપોસ્ટ ઉપર જ રૂબરૂ યોજવાનો આગ્રહ રાખ્યો હતો. ભારતીય મહાનિર્દેશકે પાકિસ્તાનને વિડીયો કોન્ફરન્સનો સરળ વિકલ્પ સિંધુ જળસંધિના બાકી અને નવા મુદાની ચર્ચા માટેનો આદેશ વિકલ્પનો આગ્રહ રાખ્યો હતો. આ વિનંતીમાં જણાવાયું હતું કે, આ જ રીતે અત્યારે બીજા દેશોમાં પણ વિડીયો કોન્ફરન્સ જેવા માધ્યમોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે સિંધુ જળસંધિની બેઠક આજ રીતે યોજવી જોઈએ. અત્યારે હાલમાં સિંધુ જળસંધિ અંતર્ગત બંને દેશો વચ્ચે કિશનગંગા અને રાંટલે હાઈડ્રોલિક ટ્રીક સીટી અંતર્ગત બંને પક્ષો વચ્ચે અસહમતિનો મુદ્દો ઉભો થયો છે. કિશનગંગા પરિયોજના-૨૦૧૮થી ચાલી રહી છે. જયારે રાંટલેયહિ યોજના ૨૦૧૪થી જમ્મુ-કાશ્મીર સરકાર અને કોન્ટ્રાકટરો વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે સ્થગિત થઈ જવા પામી છે. ૨૦૧૬માં ભારતે વાતચીત અને સમાધાનકારી ઉકેલ માટે નિષ્ણાંતોને આ મુદાના ઉકેલ માટે નિમણુક કરી હતી. બીજી તરફ પાકિસ્તાને કોર્ટ ઓફ એરબીટ્રેશન (સીઓએ) કોર્ટની મધ્યસ્થીનો આગ્રહ રાખ્યો હતો.
નવેમ્બર-૨૦૧૯માં જળશકિત મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં ભારતના પ્રતિનિધિ મંડળે વર્લ્ડ બેંક સાથે મુલાકાત યોજીને આ પરિયોજનાનો રસ્તો સાફ કરવા માટે બન્ને દેશોના મહાનિર્દેશોકક્ષાની બેઠકો યોજીને અદાલતની મધ્યસ્થી અને અથવા તો નિષ્ણાંતોના માધ્યમથી આ મુદાનો ઉકેલ લાવવાનું નકકી થયું હતું. વિશ્ર્વ બેંક દ્વારા બન્ને તરફની વાતચીતની પ્રક્રિયાને આગળ ધપાવવા નિષ્ણાંત અને સીઓએની મધ્યસ્થી માટે નિમણુકો કરી હતી પરંતુ ત્યારપછી આ પ્રક્રિયા થંભી ગઈ હતી અને બન્ને પક્ષોએ દ્વિપક્ષીય મંત્રાણાનો વિકલ્પ આ મુદાના ઉકેલ માટે સર્વશ્રેષ્ઠ હોવાનું સ્વીકાર્યું હતું. સિંધુ જળસંધી અંતર્ગત વિશ્ર્વ બેંકની માત્ર પરિયોજનાત્મક ભૂમિકાની જોગવાઈ રહેલ છે. આ સંધિમાં વૈશ્ર્વિક આર્થિક સંસ્થાને સ્વાયત રીતે કોઈ નિર્ણય લેવાની સતા નથી. અત્યારે બન્ને પક્ષકારો વચ્ચે બે બેઠકોમાં સચિવકક્ષાની બેઠક વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક કચેરીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૧૭માં યોજાઈ હતી પરંતુ આ સ્થિતિ અત્યારે સ્થગિત અવસ્થામાં છે ત્યારપછી નવેમ્બર ૨૦૧૯માં ભારતીય કમિશનરે પાકિસ્તાનની પ્રતિનિધિમંડળને ફેબ્રુઆરી ૨૦૨૦માં સ્થાઈ સિંધુ મહાનિર્દેશક સાથે મિટીંગ યોજવા આમંત્રણ આપ્યું હતું. આ બેઠક માર્ચ મહિનામાં ગોઠવાઈ હતી પરંતુ મહામારીના પગલે રોકી દેવામાં આવી હતી. ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારો અંતર્ગત કાયમી સિંધુપંચની રચના કરવામાં આવી હતી. સિંધુપંચ બંને તરફ આ સંધિ અંતર્ગત તહેવારો નિયમન કરવા માટે રચવામાં આવી હતી. આ પંચની દર વર્ષે એકાંતરા ધોરણે પાકિસ્તાન અને ભારતમાં બેઠક યોજવાની જોગવાઈ છે. સામાન્ય રીતે પૂર્વોની ત્રણ મોટી નદીઓ રાવી બિયાસ અને સતલુજકે જે ભારત સાથે જોડાયેલ છે.