બરાડા પાડીને જાહેરમાં કહે છે, ભારત અમારી સાથે વાતચીત કરે!!!
પાકિસ્તાન અત્યારે રિસાયેલી વહુ જેવું કરી રહ્યું છે. તે ઈચ્છે છે કે ભારત આવે તેની સાથે વાતચિત કરે અને સમાધાનની પહેલ કરે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે તે ભારત સાથે ફરી એકવાર વાતચીત કરવા માંગે છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સફળ અને પરિણામ આધારિત આદાનપ્રદાન માટે તમામ જરૂરી પગલાં લેવાની જવાબદારી ભારતની છે. શાહબાઝે કઝાકિસ્તાનમાં આયોજિત કોન્ફરન્સમાં આ વાત કહી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વર્ષ 2019માં પહેલા પુલવામા આતંકી હુમલા બાદ અને પછી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાટા પરથી ઉતરી ગયા છે.
શાહબાઝે કહ્યું, ’હું મારા પાડોશી ભારત સાથે ગંભીર વાટાઘાટોની રાહ જોઈ રહ્યો છું અને હું તેના માટે તૈયાર છું. પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે તે આ કારણ પ્રત્યે ગંભીર હોય અને બતાવે કે તે પણ એવા મુદ્દાઓ વિશે વાત કરવા તૈયાર છે જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી અંતર ઉભું કર્યું છે. પીએમ શાહબાઝે એ વાત પર પણ દુખ વ્યક્ત કર્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ પણ અટકી ગયું છે. તેણે કહ્યું, ’હવે બંધ કરવું પડશે. પરંતુ તે બધું ભારત પર નિર્ભર કરે છે કે તેઓ તેને કેવી રીતે આગળ લઈ જાય છે.
તેમના મતે, પાકિસ્તાન તેના તમામ પડોશીઓ સાથે સારા અને શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગે છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ સાથે તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારત તરફથી કાશ્મીરમાં અત્યાચાર બંધ નહીં થાય ત્યાં સુધી બધું ઠપ થઈ જશે.
પીએમ શાહબાઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોના લોકો તેમના શિક્ષણ અને આરોગ્ય માટે સંસાધનોનો ઉપયોગ કરવા માટે હકદાર છે. તેમના મતે, તેઓ આ પ્રદેશની આગામી પેઢી માટે શાંતિ અને પ્રગતિ સાથે જોડાયેલી વારસો પાછળ છોડવા માંગે છે. તેમના મતે પાકિસ્તાનની પ્રથમ પ્રાથમિકતા ઝડપથી અર્થવ્યવસ્થામાં સુધારો કરીને તેને પાટા પર લાવવાની છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે પરિણામો સાથે સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરવું પડશે.
શરીફના કહેવા પ્રમાણે, કાશ્મીરમાં સતત માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેણે આ માટે ભારત સરકાર અને સેનાને જવાબદાર ઠેરવ્યા. આતંકવાદ તરફી પાકિસ્તાનના પીએમ ભારતને યાદ અપાવવાનું ભૂલ્યા નથી કે તેની નીતિ ’બુલેટ નહીં બેલેટ’ છે. શરીફના મતે ભારત લઘુમતીઓ અને પડોશીઓ તેમજ સમગ્ર ક્ષેત્ર માટે ખતરો બની ગયું છે.