છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાને ૭૪૭ માછીમારોને પકડયા: મંત્રી બાબુ ભાઇ બોખીરીયાનો વિધાનસભામાં ખુલાસો

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા માછીમારી કરવા ગયેલી ૯૩૯ ભારતીય બોટને પકડી પાડવામાં આવી હતી. આ બોટમાંથી માત્ર ૫૭ બોટ જ પરત કરી હોવાનું રાજય સરકારે વિધાનસભામાં કહ્યું છે. ભ‚ચના એમએલએ દુષ્યંત પટેલે પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોને કેટલું વળતર ચૂકવાયું તેવો સવાલ વિધાનસભાના પ્રશ્ર્નોતરીકાળમાં કર્યો હતો. જેના જવાબમાં મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨ વર્ષમાં કુલ ૭૪૭ માછીમારોને પાકિસ્તાને પકડયા હતા. જેમાં મોટાભાગના વેરાવળ, માંગરોળ, પોરબંદર, દિવ અને સાઉ ગુજરાતના હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાને કુલ પકડેલી ૯૩૯ બોટમાંી માત્ર ૫૭ બોટ જ પરત કરવામાં આવી છે. છેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાને ૫૫૮ માછીમારોને મુકત કર્યા છે. પાકિસ્તાની જેલમાંથી માછીમારોને મુકત કરાવવા રાજય સરકારે કેન્દ્રને કુલ ૨૩ પત્રો લખ્યા છે. માછીમારો ભારતની દરિયાઈ સીમા ઓળંગે નહીં તે માટે કુલ ૧૧૪૭૭ બોટમાં જીપીએસ લગાવવામાં આવ્યા હોવાનો દાવો મંત્રી બોખીરીયાએ કર્યો હતો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે અગાઉ પાકિસ્તાન દ્વારા ઝડપાયેલા માછીમારને રોજના રૂપિયા ૫૦ આપવાનો નિર્ણય લીધો હતો. કુલ ૪૨૫૩ માછીમારોને ૪.૫૯ કરોડનું વળતર અપાયું હતું. વર્ષ ૨૦૦૯માં વળતરની રકમ વધારી રૂ.૧૫૦ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૬૧૭ માછીમારોને ૪.૨૪ કરોડનું વળતર આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.