ભારતની આઝાદીના ઇતિહાસની એક એવી બાબત છે જે ખૂબ જ નજર અંદાજ રહી છે ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ જાહેર કરવામાં આવ્યું પણ તે પહેલા એક દિવસ પૂર્વે પાકિસ્તાનને 14 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી ગઈ હતી, ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું તે વાત સાચી નથી પાકિસ્તાનનું અસ્તિત્વ પહેલાથી જ ઊભું કરવામાં આવ્યું એટલે કે પાકિસ્તાનનું લોકતંત્ર ભારત કરતાં 24 કલાક મોટું છે.
વસ્તી વિસ્તાર કદ અને વિકાસના આયામો ઉપર ભારતને મોટાભાઈની ઉપમા આપવામાં આવે છે પરંતુ ખરેખર લોકતાંત્રિક રીતે જોવા જઈએ તો પાકિસ્તાનનું લોકતંત્ર ભારતના લોકતંત્રથી એક દિવસ વયમાં મોટું છે, કમ નસીબીએ પાકિસ્તાનના લલાટમાં બાલોટીયાના બળેલા બાળકની જેમ કિસ્મત માં ક્યારેય શાંતિ આવી નથી, હંમેશા ભારતની અદેખાઈ ઈર્ષા અને હરીફાઈમાં જ રહેલા પાકિસ્તાનના સત્તાવાળાઓએ ક્યારે પોતાના દેશની આર્થિક સામાજિક ઉન્નતીનો વિચાર જ નથી કર્યો 1947 ની પરિસ્થિતિ અને આજે પાકિસ્તાન અને ભારતની આર્થિક સ્થિતિમાં આસમાન જમીનનો ફરક છે,
ભારત પાસે રિઝર્વ ફંડ આર્થિક વિકાસ સોનાના ભંડાર અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે બૌદ્ધિક વિકાસનો ભરપૂર ખજાનો પડ્યો છે જ્યારે પાકિસ્તાન પાસે અત્યારે ખાવાના પણ ફાફા હોય તેવી સ્થિતિમાં વેપાર ઉદ્યોગનું પતન આયાતનું ભારણ અને રૂપિયાના સતત અમૂલ્યનના કારણે પાકિસ્તાન વિદેશી દેવાના બોજમાંથી ક્યારેય નીકળી શકે તેમ નથી, તેમ છતાં ભારત વિરોધી બફાટ કરીને સત્તા કબજે કરવાની હોડમાં પાકિસ્તાનના સત્તાવાળાઓએ ક્યારેય પોતાનું ભલું કર્યું નથી.
હવે રહી રહીને સમજાયું હોય તેમ પાકિસ્તાનના આર્થિક વિકાસ અને ઉન્નતી માટે ભારતનો સાથ અનિવાર્ય બન્યો છે પાકિસ્તાનના શાસ્કોને બ્યુરો કાર્ડસ હવે એક વાતનો સ્વીકાર કરવા લાગ્યા છે કે દેશને કરજના ખાડામાંથી ઉગારવું હશે તો ભારતનો સહકાર અનિવાર્ય છે.
પાકિસ્તાનના સત્તાવાળાઓને જો આ બ્રહ્મજ્ઞાન વર્ષો પહેલા આવ્યું હોત તો 72 ના યુદ્ધ અને કારગીલ જેવી હરકતની મોટી પછડાટ ખાઈને અબજો ડોલરના ખર્ચમાં દેશને ડૂબવું ન પડત. ખેર દેર આયે દૂરસ્ત આઇએની જેમ હજુ જો પાકિસ્તાન સમજી જાય અને ભારતને સારા અને સાચા પડોશી તરીકે સન્માન આપીને તેનો લાભ લેતો તે પાકિસ્તાનના ફાયદામાં હશે.