પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું. પાકિસ્તાની હૈકર્સ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પર્સનલ વેબસાઈટ (http://www.crpatil.com/)ને હેક કરવામાં આવી છે. વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુક્યુ છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની હૈકર્સ મહોમદ બિલાલ ગ્રુપ દ્વારા સી.આર. પાટીલની વેબસાઈટ હૈક કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની હેકર્સ દ્વારા સી.આર. પાટીલની વેબસાઈટ હૈક કરીને તેમાં બ્લેક બેકગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. આ વેબસાઈટ ખોલવા સાથે વડાપ્રધાન મોદીના મોર્ફ કરેલા ફોટા સાથે હેકિંગનો મેસેજ આવે છે. જેમાં બલુચિસ્તાન મામલે લખાણ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ વાયુસેના અધિકારી અંભિનંદનનો ફોટો મુકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પણ પાકિસ્તાની હૈકર્સ દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીની પર્સનલ વેબસાઈટ (kishanreddy.com) હેક કરીને તેના પર “આઝાદ કાશ્મીર”નું લખાણ પોસ્ટ કર્યું હતું. આ સાથે જ હૈકર્સ દ્વારા ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવી હતી.