જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A હટાવવાના નિર્ણય પછી તણાવ વધી ગયો છે. આ વચ્ચે ખબર મળી રહ્યાં છે કે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને અટકાવી દીધી છે. આ પહેલા પાકિસ્તાને ભારતની સાથે વેપારી સંબંધો પણ તોડી દીધા હતાં.
ગઇકાલે રઘવાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્રારી સંબંધો ઘટાડી દીધા છે. આટલું જ નહીં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષિય વ્યાપારિક સંબંધો સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે સમજૌતા એક્સપ્રેસનાં યાત્રીઓ અટારી બોર્ડર પર ફસાયાલા છે. પાકિસ્તાનમાં મોકલેલી ટ્રેનને હજી પરત મોકલવામાં આવી નથી. સમજૌતા એક્સપ્રેસ રોકાવવા અંગે હજી ભારતને કોઇ જ જાણકારી આપવામાં આવી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે પાકિસ્તાને પોતાના ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસની સાથે મોકલવાની સ્પષ્ટ ના પાડી છે.