પાકિસ્તાન પોતાની નાપાક હરકત યથાવત જ રાખતાં બોર્ડર પર સતત ફાયરિંગ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન દ્વારા ફાયરિંગમાં પૂંછના કસાબા વિસ્તારમાં 9 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે તો 5 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ ઉપરાંત કેરન સેકટરમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયાં હતા જેને નિષ્ફળ કરવામાં આવ્યાં છે.
મોર્ટાર અને ઓટોમેટિક હથિયાર વડે જોરદાર ફાયરિંગ
– પાકિસ્તાને જમ્મુના પૂંછ સેકટરના કેરન વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેના મોર્ટાર અને ઓટોમેટિક હથિયારો વડે જોરદાર ફાયરિંગ કર્યું છે.
– પાકિસ્તાન દ્વારા આર્મી પોસ્ટ અને સામાન્ય નાગરિકોને ટારગેટ કરવામાં આવ્યા છે. જેને કારણે 9 વર્ષના એક બાળકનું મોત થયું છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
– કેરની વિસ્તાર ઉપરાંત પાકિસ્તાને ધારા, માલી અને દિગવર વિસ્તારમાં પણ ફાયરિંગ કર્યુ છે.