અગાઉ ૨૦૧૦મા પણ આજ સ્થળે આત્મઘાતી હુમલો થતા: ૫૦ લોકોના મોત નિપજયા ’તા
આજે વહેલી સવારે પાકિસ્તાનના લાહોરમાં દાતા દરબારની બહાર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા છે અને ૧૯ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. જે ૪ લોકોના મોત થયા છે તેમાંથી ૩ પોલીસ કર્મી હોવાની માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે.રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે પાકિસ્તાનમા ધાર્મિક સ્થાનની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટથી અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને મયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં ૭-૮ લોકોની સ્થિતિ નાજૂક માનવામાં આવે છે. હુમલા પછી દાતા દરબારને ચારેય બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને દરગાહ પણ બંધ કરી દેવામાં આવી છે. લોકોને હાલ દાતા દરબાર ન જવાની અપીલ કરવામાં આવી છે.આ પહેલાં અહીં ૨૦૧૦માં આત્મઘાતી હુમલો થયો હતો અને તેમાં અંદાજે ૫૦ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦૦થી વધારે ઘાયલ થયા હતા.