પાકિસ્તાનમાં તાપસી પન્નુ અને અક્ષયકુમારની ફિલ્મ ‘નામ શબાના’ પર પ્રતિબંધ લગાવાયો છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ કરાઈ હતી તે સમયે પાકિસ્તાનને કોઈ સમસ્યા નહોતી, પરંતુ જ્યારે અધિકારીઓએ આ ફિલ્મ જોઈ ત્યારે તેમને લાગ્યું કે આ વિષય દેશની છબીને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ પાક. સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આવી ઘટના પહેલી વાર બની નથી, જ્યારે પાકિસ્તાનમાં બોલિવૂડની ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હોય. આ પહેલાં આમિરની ‘દંગલ’ અને સોનમની ‘નીરજા’ જેવી ઘણી ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. તાપસી પન્નુએ ‘નામ શબાના’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તે એક અંડર કવર એજન્ટ બની છે. અક્ષય અને તાપસી ઉપરાંત ફિલ્મમાં મનોજ બાજપેયી અને દક્ષિણ ભારતીય અભિનેતા પૃથ્વીરાજ પણ મહત્ત્વના પાત્રમાં છે. અક્ષયકુમારના હોમ પ્રોડક્શનમાં બનેલી અને ફિલ્મ ૨૦૧૫માં આવેલી ‘બેબી’ ફિલ્મની પિક્વલ છે. આ ફિલ્મ ૩૧ માર્ચના રોજ રિલીઝ કરાઈ હતી.