ટ્રાવેલ એડવાઇઝરી: શક્ય હોય ત્યાં સુધી આ ત્રણ દેશોની મુસાફરી ટાળવા ચેતવણી જારી કરી
અમેરીકાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જતા પોતાના નાગરીકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરીકાના પ્રમુખ તરીકે સત્તા પર આવ્યા છે ત્યારથી અફરાતફરી મચી છે.
અમેરીકામાં વંશીય હુમલાની ઘણી ઘટના ઘટી છે. હવે અમેરીકાનું વ્હાઇટ હાઉસ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાઉથ એશિયાના અમુક દેશોને તેમના નાગરિકો માટે ખતરા‚પ ગણે છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાન સામેલ છે.
અમેરીકન સરકારે ટ્રાવેલ એડવાઇઝરીમાં ચેતવણી આપી છે કે અમેરીકી ટ્રાવેલરોએ શક્ય હોય ત્યાં સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનની મુસાફરી હાલ તૂર્ત ટાળવી જોઇએ.
પાકિસ્તાનમાં પણ યુએસ સીટીઝનો પર ખતરો છે. સૌથી વધુ ખતરો અફઘાનમાં છે. કેમકે ત્યાં એક પણ હિસ્સો શાંત નથી. બાંગ્લાદેશમાં પણ યુએસ સીટીઝનોની સલામતી ન હોવાનું જણાવીને ટ્રાવેલ ન કરવા ચેતવણી અપાઇ છે.