નેશનલ ન્યુઝ
પાકિસ્તાની વાયુસેનાએ ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મી અને બલોચ લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર પૂર્વી ઈરાનના સરવાન શહેરની નજીક એક બલુચ આતંકવાદી જૂથ પર અનેક હવાઈ હુમલા કર્યા છે.
પાકિસ્તાની સેનાએ હવે ઈરાનના હુમલાનો જવાબ આપ્યો છે. અહેવાલ છે કે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર પૂર્વી ઈરાનના સરવાન શહેરની નજીક પાકિસ્તાની વાયુસેનાએ બલૂચ આતંકવાદી જૂથ પર અનેક હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાની મીડિયામાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલા બાદ આતંકીઓના ઠેકાણા પર જોરદાર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે ઈરાન તરફથી આ હુમલાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
પાકિસ્તાને ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મી અને બલૂચ લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેણે આ હવાઈ હુમલા પછી પાકિસ્તાની વાયુસેનાના કથિત ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેમાં ત્યાં એક મોટો ખાડો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ઘણા લોકો ટોર્ચ લઈને ઘટનાસ્થળે ઉભા જોવા મળે છે.
હકીકતમાં, પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સુન્ની આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવતા પાકિસ્તાન ખૂબ જ નારાજ છે. તેણે હુમલાના બીજા દિવસે બુધવારે ઈરાનથી તેના રાજદૂતને પાછા બોલાવ્યા અને તમામ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મુલાકાતો પણ સ્થગિત કરી દીધી.