પાકિસ્તાનના પરમાણું હથિયારો સુરક્ષીત, ચિંતા કરવાની જરૂર નથી: પાક. વડાપ્રધાન
ભારતીય સેનાના કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રિનને પહોંચી વળવા પાકિસ્તાન પાસે પણ શોર્ટ રેન્જ પરમાણુ હથીયાર હોવાની ડંફાશ પાક.ના વડાપ્રધાન શાહીદ ખાકન અબ્બાસીએ મારી છે. તેમણે પાકિસ્તાનના પરમાણું શસ્ત્રો સંપૂર્ણ સુરક્ષીત હોવાનો દાવો પણ કર્યો છે.
અબ્બાસી હાલ ન્યુયોર્કમાં આયોજીત સંયુકત રાષ્ટ્રની મહાસભામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. જયાં તેમણે પાકિસ્તાનમાં પરમાણું હથિયારો આતંકીઓના હાથમાં જઈ ચડવાની દહેશત અંગે કહ્યું છે કે, અમારા પરમાણું હથિયારોની સુરક્ષા માટે દેશમાં એક મજબૂત અને સુરક્ષીત કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ છે. સમયની સાથે સાબીત થઈ ચૂકયું છે કે, અમારી આ પ્રક્રિયા ખૂબજ સુરક્ષીત છે. આ પ્રક્રિયા ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી માન્ય છે.
ટેકનિકલ ન્યુક્લિયર વેપન મામલે તેમણે કહ્યું હતું કે, ભારતે કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રિન વિકસીત કર્યું છે. જેના જવાબમાં અમે શોર્ટ રેન્જના પરમાણુ હથિયાર તૈયાર કર્યા છે. જેની જવાબદારી એનસીએ ઓથોરીટી પાસે છે. બીજી તરફ મોડરેટર ડેવિડ સંગરે દાવો કર્યો છે કે, પાકિસ્તાનના પરમાણુ હથિયાર વિશ્ર્વમાં સૌથી ઝડપથી વધી રહ્યાં છે. દુનિયામાં એવા બીજા કોઈ દેશ નથી જેના પરમાણું હથિયારની સંખ્યા આટલી ઝડપથી વધી હોય. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ઉત્તર કોરીયા સિવાય અન્ય કોઈ દેશ નથી કે જેના પરમાણું હથિયારથી અમેરિકાને ચિંતા હોય. વાસ્તવમાં વિશ્ર્વને ચિંતા પરમાણું હથિયારની સુરક્ષાને લઈને છે. અમેરિકા પણ પરમાણું હથિયારના કમાન્ડને કંટ્રોલ અંગે શંકાસીલ છે.
જવાબમાં અબ્બાસીએ કહ્યું હતું કે, વિશ્ર્વના બીજા દેશોના શસ્ત્ર ભંડારો જેટલા સુરક્ષીત છે એટલા જ સુરક્ષીત પાકિસ્તાનના છે. જેના પર કોઈ ચિંતા કે શંકાની જ‚રત નથી. પાક.ના પરમાણુ હથિયારની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચે તે અંગે ચિંતા કરવાની જ‚ર નથી. અમે જિલ્લા ૫૦ વર્ષોથી સુરક્ષીત પરમાણું કાર્યક્રમનું સંચાલન કરી રહ્યાં છીએ.