પ્રથમ બે ટી-૨૦ મેચ ૨૬ અને ૨૭ ઓક્ટોબરે શેખ જાયદ સ્ટેડીયમ અબુ ધાબીમાં રમાશે. ત્યાર બાદ ટીમ લાહોર રવાના થશે. ત્યાં લાહોરના ગદાફી સ્ટેડીયમમાં ત્રીજી અને અંતિમ ટી-૨૦ રમશે. આ અગાઉ શ્રીલંકા ટીમના ઘણા ખેલાડીઓને પાકિસ્તાનમાં જઈને રમવાની ના પાડી દીધી હતી. ૨૦૦૮ માં આ ટીમ પર હુમલો થયો હતો અને ઉપુલ થરંગાને ઈજા બાદ લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દુર રહેવું પડ્યું હતું પરંતુ આ વખતે ઉપુલ થરંગાએ ત્યાં જવાની ના પાડી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. વર્લ્ડ ઈલેવન સામે સીરીઝ સફળ રહી હતી અને આ એક માત્ર મેચ પર બધાની નજર રહેલી છે.પાકિસ્તાનની ટીમ આ પ્રાકરે છે : સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફખર જમાન, અહેમદ શહેજાદ, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, ફહીમ અશરફ, હસન અલી, આમીર યામીન, મોહમ્મદ આમીર, રૂમેન રઈસ, ઉસ્માન શેનવારી, ઉમર આમીન.
Trending
- શિયાળામાં ઈલેક્ટ્રિક કાર ચાલકો માટે આ ટીપ્સ યુઝફૂલ
- કાર્તિક પૂર્ણિમામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર
- GAIL (India) Limited એ 261 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત
- હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા એસઓપી જાહેર થશે
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ