થોડા સમય પહેલા WTC -FINAL માં ટિમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાયો હતો, ત્યારે ઇન્ડિયાની ટિમ હારી ગઈ હતી જેનાથી કેપ્ટ્ન કોહલી પર ઘણા લોકો ગુસ્સે થયા હતા અને સોશ્યિલ મીડિયા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે જેમાં ફેન્સની સાથે સાથે ઘણા નિષ્ણાતોએ પણ કોહલીને આડે હાથ લીધો હતો. સોશ્યિલ મીડિયામાં જયારે કોહલી ટ્રોલ થઇ રહ્યો હતો ત્યારે ઘણું એવું જોવા મળી રહ્યું હતું જેમાં કોહલીની કેપટન્સી પાર સવાલો ઉઠ્યા હતા જેમાં હવે ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન બદલે તેવી પણ ઘણાને આશા હતી..
ત્યાર બાદ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી સલમાન બટે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા જેમાં એવું જણાવ્યું હતું કે WTC FINAL મેચ ફાયર અને આઈસ વચ્ચેની જંગ હતી જેમાં કેન વિલિયમસન જે એકદમ ઠંડા મગજથી બધા નિર્ણયો લ્યે છે જયારે કેપ્ટ્ન કોહલી બહુ અગ્રેસિવ સ્વભાવના છે અને તે ચાલુ મેચ દરમિયાન ઘણી વાર ટીમના ખેલાડી પર બહુ ગુસ્સે થાય છે અને ઘણા ખેલાડીઓને પણ આ વર્તન નથી ગમતું. પરંતુ સાથે સાથે એક સફળ બેટ્સમેન પણ છે એવું પણ ઘણા ખેલાડીઓ વારંવાર તેની પ્રંશન્શા કરતા જણાવે છે.
વિરાટ કોહલી અંગે વાત કરતાં સલમાન બટ્ટે કહ્યું હતું કે તમે ભલે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હશો, પરંતુ જો તમારી પાસે ટાઇટલ નહીં હોય તો લોકો તમને યાદ નહીં કરે. ભલે પછી તમારી પાસે સારી રણનીતિ હશે, પરંતુ તમારા બોલર્સ એના આધારે બોલિંગ નહીં કરી શકતા હોય, તેથી જ આવા સમયે લક ફેક્ટર કામ કરે છે. આ વાત કરતા સલમાન બટે જણાવ્યું હતું કે સફળ કેપિટનની સાથે ટિમ માટે ટાઇટલ જીતવા પણ અતિ જરૂરી છે જો આ ના થાય તો તમે ભલે સર્વશ્રેષ્ઠ કેપિટન હો પણ ભવિષ્યમાં તમને કોઈ યાદ નહિ કરે. અને સલમાન બટ એ સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે ઘણી વાર એવું પણ બની શકે કે કેપ્ટ્ન ખરાબ હોય પરંતુ ટિમ સારી હોવાથી સતત મેચ જીતતા રહીએ એ પણ બની શકે છે .
વિશ્વમાં લોકો તમને ત્યારે જ યાદ રાખે છે જયારે તમે એક સારા કેપ્ટ્ન હો તેની સાથે એક સફળ કેપ્ટ્ન પણ હોઈ શકો જેણે ટિમ માટે વધુ માં વધુ ટાઇટલ જીતેલા હોય. સલમાન બટે વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેની બૉડી લેન્ગ્વેજ પણ જોરદાર છે. કોહલી એક આક્રમક બેટ્સમેન છે. તેનું એનર્જી લેવલ પણ બધાથી અલગ છે. વિરાટ મેદાનમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેપ્ટને હંમેશાં શાંત રહેવું જોઈએ, ઉગ્ર નહીં.
સર્વશ્રેષ્ઠ બેટ્સમેન એક સફળ કેપ્ટ્ન પણ બની શકે છે તેવું આપણે કેપ્ટ્ન કુલ મહેન્દ્રસિંહ ધોની પાસેથી પણ શીખવા જેવું છે કે જયારે જયારે મેચ અંતિમ નિર્ણય પર હોય અને ધોની જયારે બેટિંગમાં હોય ત્યારે 90% લોકોને ધોની પર વિશ્વાસ હોય છે કે ધોની છે ને…. હવે તો મેચ જીતી જ જઈશું.. આ ખેલાડી પરથી ખાલી ટિમ ઇન્ડિયા નહિ પરંતુ ઘણા એવા મહાન ખેલાડીઓને પણ પ્રેરણા મળી છે અને ઘણાએ પોતાના વિચાર વ્યક્ત કરતા એ પણ કહ્યું છે કે ધોની જેવા મહાન ખેલાડી હવે જોવા નહી મળે..