ફખર જમાને ચાર ઈનિંગ્સમાં ૪૩૦ રન બનાવ્યા
પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની સિરીઝની ચોથી વન ડે મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેસ્ટમેન ફખર જમને આક્રમક ૨૧૦ રન બનાવ્યા ફખર જમન અને ઈમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે ૩૦૪ રનની પાર્ટનરશીપ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ફખર જમન પાકિસ્તાન તરફથી બેવડી સદી ફટકારનારા પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યા હતા.
પાકિસ્તાન વન ડેમાં તેણે પોતાનો હાઈ સ્કોર પણ બનાવ્યો હતો. પાકિસ્તાને ઝિમ્બાબ્વે વિધ્ધ ૫૦ ઓવરમાં ૧ વિકેટે ગુમાવી ૩૯૯ રન બનાવ્યા હતા. પાક.ના ઓપનીંગ બેટસમેન ફખર જમને અણનમ ૨૧૦ રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેણે ૧૫૬ બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે ૨૪ ફોર અને ૫ સીકસર ફટકારી હતી આ પૂર્વે વન ડેનાં સૌથી વધુ રનનો રેકોર્ડ સઈદ અનવરનાં નામે હતો.
સઈદ અનવરે ભારત સામે ૧૯૪ રન બનાવ્યા હતા. વન ડેમાં સદી ફટકારનાર ફખર જમન વિશ્ર્વનો છઠ્ઠો બેટસમેન બની ગયો છે. ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચની વન ડે સીરીઝમાં ચોથી મેચમાં પાકિસ્તાન ઓપનીંગ જોડીએ પ્રથમ વિકેટ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.