એરંડા મગાવી દસ દિવસમાં પેમેન્ટ કરવાનું કરી છેતરપિંડી કરી
ચારેય શખ્સોએ હારિજ, બાવળા, હળવદ, મોડાસા, રાજપીપળા, વિદ્યાનગર અને ડીસાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કર્યાના
પાળીયાદ તાલુકાના હડદડ ગામે કાનીયાડ ચોકડી પાસે આવેલી સત્યમ કોટેક્ષ જીનીંગ નામની પેઢીના ભાગીદારો પાસેથી મહેસાણા અને અમદાવાદના ચાર શખ્સોએ રુા.1.60 કરોડના એરન્ડા મગાવી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ અને મહેસાણાના ચાર શખ્સોએ હારિજ, બાવળા, હળવદ, મોડાસા, રાજપીપળા, વિદ્યાનગર અને ડીસાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કર્યાના આક્ષેપ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટદાના પાળીયાદ રોડ પર રહેતા અને પાળીયાદ ખાતે હડદડ ગામે સત્યમ કોટેક્ષ નામની ભાગીદારી પેઢી ધરાવતા વિપુલભાઇ અમૃતભાઇ પટેલે અમદાવાદના અરવિંદ ચંદુભાઇ પટેલ, ધ્રુવ અરવિંદ પટેલ, મહેસાણાના ગીરીશ ગોવિંદ ચૌધરી અને ગોવિંદ વિરસંગ ચૌધરી સામે રુા.1.60 કરોડની છેતરપિંડી કર્યાની પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા માકેર્ટીંગ યાર્ડ ખાતે પટેલ હર્ષદકુમાર ચંદુલાલ એન્ડ કુ નામની પેઢી ધરાવતા ગોવિંદ વિરસંગ અને તેના ભાગીદારોએ દસ દિવસમાં પેમેન્ટ ચુકવવાની શરતે એરન્ડાની ખરીદી કરી હતી. સત્યમ કોટેક્ષ દ્વારા જુદા જુદા ખેડુતો પાસેથી એરન્ડાની ખરીદી કરી પટેલ હર્ષદકુમાર ચંદુલાલ પેઢીને એરન્ડા મોકલ્યા હતા.
પટેલ હર્ષદકુમાર ચંદુલાલ પેઢીને રુા.1.60 કરોડના એરન્ડા મકલ્યા બાદ તેના પેમેન્ટ માટે ગીરીશભાઇ ગોવિંદભાઇ ચૌધરીને ફોન કરતા તેઓએ બે દિવસમાં પેમેન્ટ મોકલી દેશે તેમ કહી મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. આથી મહેસાણા માકેર્ટીંગ યાર્ડની ગોવિંદભાઇ ચૌધરીની ઓફિસે તપાસ કરવા ગયા ત્યારે તેઓે ગીરીશ ઘર છોડી ભાગી ગયાનું જણાવ્યું હતું. આથી વિપુલભાઇ પટેલ કમિશન એજન્ટ વસંતભાઇ ઠકકરને સાથે લઇ અમદાવાદ ધ્રુવ અરવિંદ અને અરવિંદ ચંદુ પટેલને મળ્યા ત્યારે તેઓએ અમારે ભાગીદારોમાં લોચા ચાલે છે તમારુ પેમેન્ટ બે દિવસમાં કરાવી દેશુ તેમ કહી બંનેને રવાના કરી દીધા હતા. આથી પોતાનું પમેન્ટ લેવા માટે ફરી મહેસાણા ગોવિંદભાઇને મળ્યા ત્યારે તેઓએ ધીણોજ મીલે મળવા બોલાવી ખૂનની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અરવિંગ પટેલ, ધ્રુવ પટેલ, ગીરીશ ચૌધરી અને ગોવિંદ ચૌધરીએ આ પહેલાં હારીજની કલ્પતરુ ફીન સ્ટોક, બાવળાની શિવ એન્ટરપ્રાઇઝ, હળવદની મનિષ ટ્રેડર્સ, ટીડોઇની એમ.એ.બાંડી, મહેસાણા એમ.ડી.એન્ટરપ્રાઇઝ, વાઘોડીયાની નિલકંઠ ટ્રેડર્સ, રાજપીપળાની મધુબન કોટેકસ, વિદ્યાનગરની લક્ષ્મી ટ્રેડીંગ, આંકલાવની મફતલાલ એન્ડ સન્સ, મોડાસાની હિતેશ ટ્રેડર્સ અને ડીસાની મારુતિનંદન કોમોડીટી નામની પેઢીઓ સાથે કરોડોની છેતરપિંડી કયા4નું ફરિયાદમાં જણાવ્યું છે. પાળીયાદ પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એમ.રાવલ સહિતના સ્ટાફે ચારેય સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.