સરેરાશ ઊંચાઇ અને કદ કાઠી અંગેના વૈશ્વિક સર્વેક્ષણમાં સાધન સંપન્ન અને સુખી જીવન શૈલી ધરાવતા લોકો ની ઊંચાઈ વધવાનું પ્રમાણ વધુ. ગરીબ અને પછાત વર્ગની જીવનશૈલી ઊંચાઈ વધારવા માટે અવરોધરૂપ…..
પૈસા બોલતા હૈ…. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ….. નાણા વગરનો નાથીયો ને નાણે નાથાલાલ…. પૈસા અને સમૃદ્ધિ માત્ર આર્થિક વ્યવહાર અને સાધન સંપત્તિ ના ઉપયોગ માટે નહીં પરંતુ તેની અસર જીવનશૈલી જ નહીં પણ શરીરના રૂપ અને કદ કાઠી સાથે પણ જોડાયેલી છે, મહિલાઓને ઊંચાઈ અને કદ કાઠી અંગે થયેલા વૈશ્વિક સર્વેક્ષણમાં શરીરની લંબાઈ વધારવા સાથેના પરિબળોમાં આર્થિક સધ્ધરતા પૈસા પાત્રતા અને જીવનધોરણ ખૂબ જ અસર કરતા હોવાનું બહાર આવ્યું છે
ઊંચાઈ વધારવાના પરિબળો અંગે કરવામાં આવેલા સર્વેમાં ૨૦૦૫/૬ અને ૨૦૦૧૫/૧૬ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં સામાજિક સ્વાસ્થ્ય અને સામુદાયિક આરોગ્ય અંગેના સર્વેમાં સાધન-સંપન્ન પરિવારની ૨૬ થી ૫૦ વર્ષની અને ૧૫થી ૨૫ પિક્ચર વર્ષની મહિલાઓ ની ઊંચાઇ અંગે કરવામાં આવેલા સર્વેમાં જે મહિલાઓ ની પરિસ્થિતિ મધ્યમ અને આર્થિક પછાત વર્ગમાં થી આવતી હોય અને આવકની સાથે સાથે જીવનધોરણ અને સુખ સગવડ અછત હોય તેવી મહિલાઓ કરતાં સાધન પણ વર્ગની અને સુખ સુવિધા ભોગવતી મહિલાઓની સરેરાશ ઊંચાઈ માં વધારો જોવા મળ્યો છે.
માત્ર ખોરાક પોષણ અને જીવનશૈલી જ નહીં પરંતુ આર્થિક સધ્ધર અને સુખી જીવન અને સુખ સગવડ ધરાવતા લોકો ના સરેરાશ ઊંચાઇ નું પ્રમાણ વધારે જોવા મળ્યું છે સુખી-સંપન્ન મહિલાઓ ના પ્રમાણમાં અછત અને પછાત વર્ગની મહિલાઓ માં શરીરની ઊંચાઇ દર ખુબજ ઓછો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ધોરણે કરવામાં આવેલા આ સર્વેમાં પૈસાપાત્ર લોકો ની કદ અને કાઠીમાં વધારાનું પ્રમાણ ગરીબ અને પછાત વર્ગ કરતા વધુ જોવામળ્યું હતું આમ સુખની સાધન-સંપન્ન પરિબળ માત્ર સુખસગવડ અને સુવિધાઓ મેળવવા માટે જ નહીં પરંતુ શરીરના કદ કાઠી આરોગ્ય માટે પણ પૈસા મહત્વના હોવાનું સિદ્ધ થયું છે આથી જ કહેવાય છે કે “પૈસા બોલતા હૈ”