મુંબઇ સિનેમા લાઇનમાં પોસ્ટર બનાવવાથી શરૂ કરીને કલાકારોના પોટ્રેઇટ બનાવતા ચિત્રકાર તુલશીભાઇ વડાલીયાને જાણીતા ફિલ્મ કલાકારો અનિલ કપુર, ગોવિંદા એ કલાને બિરદાવીને પ્રોત્સાહીત કર્યા હતા
સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં સૌથી મોટું પોટ્રેઇટ પેઇન્ટીંગ રાજકોટમાં : રપ ડ્ઢ રપ ફુટની સાઇઝનાં પેઈન્ટીંગનું સતત ૧પ દિવસની મહેનત બાદ નિર્માણ
૧૯૮૬માં પેઇન્ટીંગ કરવાની શરુઆત કરી અને મને લાગ્યું કે પેઇન્ટીંગ એક વિષય સારો છે. ત્યારબાદ મેં અમદાવાદ આર. ગજજરમાં કામ શરુ કર્યુ ત્યાંથી મુંબઇ જવાનું ઘ્યાનમાં આવ્યું. અને મુંબઇ સિનેમા લાઇનમાં બહુ મોટું કામ હોય છેે. તે જાણવા મળતા કોસ્કર પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં પેઇન્ટીંગ શરુ કર્યુ. તેમાના એક કારીગરે મને સુજાવ આપ્યો કે રિબોરા કંપની સિનેમાના કામ કરે છે. તો મે ત્યાં જઇને તપાસ કરી ત્યાં ઇન્ટરવ્યુ આપી ડ્રોઇન કરી બતાવ્યું. શરુઆતમાં ત્યાં સ્કેચ આપતા હતા. પછી ફીલર કામ શરુ થયું. ૧૯૮૮ માં લત્તા બેન્ડ સિંગર ના પોસ્ટર બનાવ્યા જેમાં પાંચ સીંગર હતા.
લત્તા મંગેશકર, મન્ના ડે, રફી અને કિશોરકુમાર હતા. ત્યારથી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટર બનાવવાનું શરુ કર્યુ. સાથે સાથે ઇન્ટેરીયરડેકોરેશનનું પણ શરુ કર્યુ. અનિલ કપુર ગોવિંદા અને બીજા એકટરોએ મને ખુબ જ પ્રોત્સાહન આપ્યું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા બેનરો જોવા હીરો, ડાયરેકટરો વિગેરે જોવા આવેલા હતા. સન્ની દેઓલનું ઘાયલ પીકચનું પોસ્ટર બનાવેલ અને સ્વર્ગ સે સુંદર પિકચરનું ગોવિંદાજી પોસ્ટર બનાવવા તે મને મળવા આવેલા હતા.
પેઇન્ટીંગ કરવા માટે તેમાં જીવ રેડવો જોઇએ એ સાધના છે. પેઇન્ટીંગ એક એવી વસ્તુ છે તમે એમાં ઓતપ્રોત થાવ. તો એજ શ્રેષ્ઠ વર્ક થાય છે. તલ્લીન થઇ જાય તો જ એ સારુ કામ થાય છે.
પેઇન્ટીંગના વોટર કલર, ઓઇલ કલર, એક્રેલીક કેનવાસ એવા જુદા જુદા અનેક પ્રકારો છે. ખાસ કરીને કેનવાસ કલર મોખરે રહ્યું છે.
આ કલાકારનાં ચિત્રો બનાવ્યા ચિત્રકારે
ચિત્રકાર તુલશીભાઇ વડાલીયાએ જાણીતા ફિલ્મ કલાકારો કિશોરકુમાર, ફિરોઝખાન, અમજદખાન, અમિતાભ, અજીત, પૃથ્વીરાજ કપુર, ગુરુદત્ત, ચાર્લી ચેપ્લીન, વિનોદ ખન્ના, રાજકપુર, મહમદ રફી, રાજેશ ખન્ના, કાજલ, કરીના કપુર, પ્રિયંકા ચોપરા, જેવા વિવિધ કલાકારનાં આબેહુબ પોટ્રેઇટ બનાવ્યા છે.