વરસો સુધી આદર્શ શિક્ષક તરીકે બાળકોને ઉતમ શિક્ષણ આપી, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જેણે નામના મેળવી છે એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આ દિવસે દરેક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું બહુમાન કરી, શાળાની શિક્ષણની તથા પ્યુનથી પ્રિન્સીપાલ સુધીની તમામ જવાબદારી સંભાળી વિદ્યાર્થીઓ શિક્ષક તરીકેનો લ્હાવો લેતા હોય છે.
આવા પ્રાયોગિક આયોજનોથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે છે. શિક્ષક દિન પ્રસંગે એસજીવીપી સ્વામિનારાયણ ગુરૂકુલ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ચારેય વેદથી માંડીને શાસ્ત્રી-આચાર્ય કક્ષા સુધીના વિદ્યાર્થી સંતો તથા ઋષિકુમારોએ શિક્ષક તરીકેની જવાબદારી સંભાળી હતી. જેમાં શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ ઋષિકુમારો (શિક્ષકો) અને વિદ્યાર્થી સંતોને શાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.