પાટીદારોને કોંગ્રેસે મહત્વના પદ આપ્યા જ છે: અસંતુષ્ટ અગ્રણીએ પક્ષને નુકશાન પહોંચાડવા જ્ઞાતિવાદનો મુદ્દો ચગાવ્યો
કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો તે વાત પાયાવિહોણી છે. પાટીદારોને કોંગ્રેસે મહત્વના પદ આપ્યા જ છે. કોંગ્રેસ સંગઠનના નવા માળખામાં એક અગ્રણીને સ્થાન ન મળતા તેને જ્ઞાતિવાદનો સહારો લઈને પક્ષને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેમ કોંગ્રેસ અગ્રણી દિલીપ સોજીત્રાએ જણાવ્યું હતું.
કોંગ્રેસ અગ્રણી દિલીપ સોજીત્રાએ કહ્યું કે, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાટીદાર છે. અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ પાટીદાર હતા. અનેક નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખો પાટીદાર જ છે. દિનેશ ચોવટીયાને સંગઠનના નવા માળખામાં સ્થાન ન મળતા તેને જ્ઞાતિવાદનો સહારો લઈને સમગ્ર તુત્ત સર્જયું છે. વધુમાં દિલીપ સોજીત્રાએ ગોંડલમાં સળગેલી મરચાની ગાંસડી અંગે જણાવ્યું કે, જેમ મગફળી અને બારદાન સળગાવવાનું કૌભાંડ થયું છે તેમજ મરચા સળગાવવાનું કૌભાંડ સર્જવામાં આવ્યું છે. જેમાં ૧.૫ કરોડ રૂપીયાનું નુકશાન થયું છે.