વડીયાના સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પુલવાવમા વિરજવાનો સહીદ થયા તેને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ કરવામાં આવેલ વડીયા ના હિન્દૂ મુસ્લિમ સમાજ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ તકે વડિયાના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ તેમજ વડિયા સ્વામી નારાયણ દિવ્ય ધામ મંદિર ના શાસ્ત્રી આનંદ સ્વામી  વેપારી ભાઈઓ કોંગ્રેસ અગ્રણી ખેડૂતો ગ્રામ અગ્રણી વિનાયક સ્કૂલ ના બાળકો સુ.સા.હાઈસ્કૂલ તેમજ તમામ પ્રાથમિક સ્કૂલોના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના સહીદ વિરજવાનોને શ્રદ્ધાંજલિ આપી પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નિવેદનમા જણાવ્યું હતું કે.એકતરફ દુ:ખ અને એકતરફ આક્રોશ વ્યક્ત થાય છે.ભાગવત ગીતામાં લખેલ છે કે હણે તેને હણવામાં કોઈ પાપ નથી.અન્યાય કરવો એ પાપ છે અને અન્યાય સહન કરવો એ પણ મહા પાપ છે.વ્યાસપીઠ પરથી હરવકતે સાંભળુ છું કે વાત કરે તે ખરો શુરવીર ગણાય.વાત કરીને ફરિજાય એ શુરવીરતા ન કહેવાય.

આ વખતે જવાનોની શહીદી એળે નહી જાય.સરકારે પ્રથમવાર સૈનિકોને જે કરવું હોય તે કરોનો નિર્ણય આપ્યો.સમગ્ર દેશની જનતા ઈચ્છે છે એજ હું ઈચ્છું છું.પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડે જણાવ્યું આ તકે સ્વામી નારાયણ મંદિર ના શાસ્ત્રી સ્વામી એ પણ જણાવ્યું હતું કે સમસ્ત દેશનુ લોહી ઊકળી રહ્યું છે.

જ્યારે આતંકીઓએ કાયરતા પૂર્વક પાછળથી હુમલો કરી ૪૦ થી વધુ જવાનોને શહીદી વ્હોરવાનો વારો આવ્યો છે ત્યારે દુ:ખ સાથે દેશવાસીઓના લોહી ઉકળી રહયા છે  અને સમસ્ત દેશમાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ એપણ કરી રહયા છે દેશવાસીઓ ત્યારે ભગવાન શહીદોના પરીવાર જનોને આ આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.